આ રીતે દમણમાં અડધીરાત્રે તસ્કર ગેંગે કર્યું પોતાનું કરતબ, ચોરીથી મોટી ઘટનાથી ચકચાર
જ્વેલર્સની દિવાલમાં બાકોરું પાડીને ચાર ચોર 70 લાખથી વધુનો સોના ચાંદીના દાગીના લઈને દમણ પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
નિલેશ જોશી/દમણ: સંઘ પ્રદેશ દમણમાં પોલીસ સ્ટેશન નજીક એક જ્વેલર્સના શો રૂમમાં તસ્કરો ઘૂસ્યા હતા. એક તરફ દમણમાં ભારે વરસાદ હતો અને બીજી તરફ પોલીસ સ્ટેશનની નજીક જ એક તસ્કર ગેંગ પોતાનું કરતબ અજમાવી રહ્યા હતા. જ્વેલર્સની દિવાલમાં બાકોરું પાડીને ચાર ચોર 70 લાખથી વધુનો સોના ચાંદીના દાગીના લઈને દમણ પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. આ શો-રૂમમાંથી 70 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. તપાસ માટે પ્રદેશભરની પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં દૃશ્યો
બનાવની વિગત મુજબ દમણના ઝાપા બજાર વિસ્તારમાં આવેલા જાણીતા તનિષ્કા શો રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આ શો રૂમમાંથી અંદાજે 70 લાખથી વધુની કિંમતના દાગીનાઓની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. શો રૂમના માલિક રાકેશ જૈન વહેલી સવારે જ્યારે પોતાનો શો રૂમ ખૂલે છે. ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. શો રૂમમાં રાખવામાં આવેલ 50 કિલોથી વધારે ચાંદી અને 70 ગ્રામથી વધારે સોનાના દાગીનાની ચોરી થઈ હતી. શો રૂમના દિવાલમાં બાકોરું પાડી ચોર ગેંગ અંદર પ્રવેશ કરે છે અને આખું શોરૂમ ખાલી કરી નાખે છે.
એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! ફરી અંબાલાલની નવી આગાહી; આ તારીખોમાં આવશે આફતનો વરસાદ
ચોંકાવનારી બાબત એ છે કે આ તસ્કર ગેંગ ગેસ કટર જેવા આધુનિક સાધનો લઈને શો રૂમમાં પ્રવેશ કર્યો હતો. નાનકડા દમણમાં બનેલી આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી .બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને FSLની મદદથી તસ્કરો સુધી પહોંચવા તપાસ સરું કરી છે.
9 લાખથી વધુ કર્મચારી-પેન્શનર્સને મળશે આ લાભ, કેવી રીતે પગાર સાથે ઉમેરાશે ભથ્થું?
મળતી માહિતી મુજબ તસ્કરોએ બે દુકાનો વચ્ચે આવેલી સાંકડી ગલીમાં જઈ અને આ શોરૂમના દિવાલમાં બાકરું પાડી અને અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ લાખોના કીમતી દાગીનાઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે. તસ્કરોના તરખાટથી પ્રદેશભરની પોલીસ દોડતી થઈ ગઈ છે અને અત્યારે શો રૂમના સીસીટીવી તપાસી અને સ્ટાફની પૂછપરછ કરી અને FSLની મદદથી તસ્કરો સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે. શો રૂમમાં લગાવેલા સીસીટીવીના આધારે દમણ પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં 4 તસ્કરો સ્પષ્ટ દેખાય છે ત્યારે દમણ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! Viral થઈ ગયો અંદરનો Video
સંઘ પ્રદેશના જાણીતા જ્વેલરી શો રૂમમાં મોટી ચોરીની ઘટનાને કારણે ચકચાર મચી ગઈ છે. દમણ પોલીસ સ્ટેશનની નજીકમાં બનેલી આ ઘટનાના કારણે ચોર ગેંગે પોલીસને સીધો પડકાર આપ્યો છે. જોકે જાણકારોના મતે આ ચોરીને અંજામ આપવા પહેલા રેકી કરવામાં આવેલી છે અને કોઈ જાણભેદુ આ ચોરીના મામલામાં સંડોવાયેલા હોય તેવું મનાઈ રહ્યું છે ત્યારે દમણ પોલીસે વલસાડ તેમજ મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ આ મામલે આરોપીઓની ઝડપવા ચક્ર ગતિમાન કર્યા છે.