ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યો
ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યો
Trending Photos
Rajkot Heavy Rains: રાજકોટ અને જૂનાગઢ સહિતના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલ ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં જ્યાં પણ નજર કરો ત્યાં પાણી જ પાણી આવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.
ઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે. કડછ ગામના આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ઘેડ વિસ્તારના સ્થાનિકો પણ આ પરિસ્થિતિથી જાણે કે ટેવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે,કારણ કે પોરબંદર જિલ્લામાં વરસાદ હોય કે ના હોય રાજકોટ અને જૂનાગઢ સહિતના આસપાસના જિલ્લામાં વરસાદ હોય એટલે ભાદર,ઓઝત અને મધુવંતી સહિતની નદીઓના પાણીથી આ વિસ્તારમાં જળબંબાકાર જોવા મળે છે.
જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી હવે સમસ્યા સર્જી રહ્યું છે. ઘેડ પંથક ચોમાસા દરમિયાન વગર વરસાદે પણ જળબંબાકાર થતો જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી ચોમાસા દરમિયાન ઘેડની આ સમસ્યા આજે પણ યથાવત છે. ત્યારે ઘેડનું માનવ જીવન પૂરના આ પાણીની વચ્ચે પણ સતત ધબકતું જોવા મળે છે.
ઉપલેટા અને ધોરાજી પંથકમાં પડેલા વરસાદને કારણે ભાદર નદીમાં પણ પૂર આવતા પાણી ઘેડ પંથકના 30 કરતાં વધુ ગામોને જળબંબાકાર કરી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદી પૂરનું પાણી જોવા મળે છે. આ તમામ ઘટના વચ્ચે ગામ લોકો મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે