નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! જાણો કોણે કર્યું ભારતના સૌથી અમીર 'ભાણા'નું મામેરું

Aanat and Radhika: અનંત અને રાધિકા ના મોસાળું વિધિમાં નીતા અંબાણી તેના પરિવાર એટલે કે તેની માતાનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ખુશીથી ઝૂમતો જોવા મળ્યો હતો. મામેરાના અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો...

નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! જાણો કોણે કર્યું ભારતના સૌથી અમીર 'ભાણા'નું મામેરું

Aanat and Radhika: નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ત્રણ સંતાનો છે. જેમાં દીકરી ઈશા અંબાણી અને બે દિકરા આકાશ અને અનંત. જેમાંથી અનંત અંબાણી સૌથી નાનો દિકરો છે. અનંત નીતા અને મુકેશ અંબાણીના જીગરનો ટૂકડો છે. અનંત અંબાણીના લગ્નનું મામેરું યોજાયું, જેનો અંદરનો વીડિયો વાયરલ થઈ ગયો...

અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં બે વાર પ્રિવેડિંગ સેરેમની યોજાઈ ગઈ. ત્યાર બાદ વિવિધ ફંક્શન હજુ પણ ચાલુ છે. આ ફંકશનમાં વધુ એ મહત્ત્વની વિધિનો ઉમેરો થયો. અલબત્ત આ વિધિથી જ લગ્ન સમારોહની સાચી શરૂઆત થતી હોય છે. સામાન્ય પરિવારના લગ્નોની જેમ જ અંબાણી પરિવારના લગ્નમાં પણ કરવામાં આવ્યું મામેરું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે કરવામાં આવ્યું મામેરું.

અનંત અને રાધિકાના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ માટે અંબાણી પરિવાર માં લગ્ન ને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનંત અને રાધિકા ના બે વાર પ્રિ વેડિંગ ફંક્શન થયા હતા. હવે અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત ગુજરાતી ટ્રેડિશનલ મામેરું વિધિથી થઇ હતી. જેમાં ત્યાં ઉપસ્થિત મહેમાનો ખુબ ખુશ જોવા મળ્યા હતા. 
 

Mosalu is a traditional ceremony celebrated in Gujarati culture a few… pic.twitter.com/ubTOcOf4ES

— ANI (@ANI) July 4, 2024

 

ગુજરાતી ટ્રેડિશનલ મામેરું સેરેમની થી થઇ અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત, જાણો તે વિધિ વિશે.. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમનીથી થઇ હતી. તો ચાલો જાણીયે આ વિધિ માં શું હોય છે.

લગ્નમાં શું હોય છે મામેરાનું મહત્ત્વ?
મામેરું નું બીજું નામ મોસાળું પણ છે. ગુજરાતી સંસ્કૃતિમાં વાસ્તવિક લગ્નના થોડા દિવસો પહેલા ઉજવવામાં આવતો પરંપરાગત સમારોહ એટલે મોસાળું. મોસાળું માં વરરાજા ની માતાના પરિવાર દ્વારા આ દંપતીને ભેટ અને પ્રસાદ સાથે આશીર્વાદ આપવામાંઆવે છે. વરરાજાના મામા અને કુટુંબીજનો વર અને વધુ ને ‘મામેરુ’ તરીકે ઓળખાતી ભેટોનો પરંપરાગત સમૂહ આપે છે. એક રીતે, મોસાળું અને મામેરુ લગ્નની ઉજવણીમાં વિસ્તૃત પરિવારને આપવામાં આવતા આદર અને સહભાગિતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમારોહમાં શ્રીમતી નીતા અંબાણીના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

અનંત અને રાધિકા ના મોસાળું વિધિમાં નીતા અંબાણી તેના પરિવાર એટલે કે તેની માતાનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ખુશીથી ઝૂમતો જોવા મળ્યો હતો. મામેરાના અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો...

કોણ છે નીતા અંબાણીની માતા?
નીતા અંબાણીની માતાનું નામ પૂર્ણિમા દલાલ છે. જેઓ અનંતનું મામેરુ લઈને આવતા નીતા અંબાણીએ માતા સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. તે માતાના કપાળ પર તિલક લગાવીને તેમના આશીર્વાદ લેતી જોવા મળે છે. તે તેમને મીઠાઈ પણ ખવડાવી રહી છે. નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેનું ખાસ બોન્ડ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં નીતા ઉપરાંત મુકેશ અંબાણી, તેમની દીકરી ઈશા અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી રહ્યા છે.

મામા નહીં નાની લઈને આવ્યા અનંતનું મામેરુંઃ
નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનું ખાસ બોન્ડ અનંત-રાધિકાની ‘મામેરુ’ સેરેમનીમાં જોવા મળે છે. બંનેનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામેરુ, જેને મોસાળું તરીકે પણ ઓળખવામાં આવે છે. મામેરુ ગુજરાતી સંસ્કૃતિમાં લગ્નના થોડા દિવસો પહેલા ઉજવવામાં આવતો પરંપરાગત સમારોહ છે. જ્યાં મામેરુ વિધિ દરમિયાન, કન્યાના મામા અને તેની કાકીના પતિ તેની સાથે મીઠાઈઓ અને ભેટો સાથે મુલાકાત લે છે. એ જ રીતે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને તેમની બહેન મમતા દલાલ આ દંપતીને ભેટ-સોગાદો આપીને આશીર્વાદ આપવા એન્ટિલિયા પહોંચ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news