અલ્કેશ રાવ/બનાસકાંઠા: સોશિયલ મીડિયામાં દરરોજ લાખો વીડિયો વાયરલ થાય છે અને લોકોની પોલ ખૂલી જાય છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની ઝેરડા ગ્રામ પંચાયતમાં સરપંચ પતિની તલાટી સાથે દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોવા છતાં સરપંચ પતિ વહીવટી કામકાજ કરે છે. કામકાજ બાબતે સરપંચ પતિ તલાટી સાથે અસભ્ય વર્તન કરી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગ્રામ પંચાયતના તલાટી ગજુભાઈ ગુર્જરને સરપંચ પતિ ધમકાવી રહ્યા છે. ઝેરડા ગ્રામ પંચાયતમાં સરપંચ જેબરબેન રબારી છે, જ્યારે પતિ પીરાભાઈ તલાટીના કામકાજથી નારાજ થઈને ઉશ્કેરાઈ જઈને અસભ્ય વર્તન કરતાનો વિડીયો વાયરલ થયો છે. 


વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તલાટીને સાથે સરપંચ પતિ અસભ્ય વર્તન કરીને પંચાયત બહાર કાઢી તાળું મારી ચાવી લઈ ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઘટનામાં સરપંચ પતિએ જણાવ્યું હતું કે તલાટી સમયસર આવતો નથી, ફોન ઉપડતો નથી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા ડીસા તલાટી મંડળમાં આક્રોશ ફેલાયો છે.


જોકે આ સમગ્ર મામલે તલાટી અને સરપંચપતિ બંનેએ આ વીડિયો સાચો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube