જયંતિ સોલંકી, વડોદરા: વડોદરાના હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી છે. પ્રેમ સ્વરૂપ સ્વામી, સેક્રેટરી ત્યાગ વલ્લભસ્વામીનો ટ્રસ્ટની 10 હજાર કરોડની મિલકત હડપ કરવાના પ્રયાસનો આક્ષેપ થયો છે. ત્યારે હાઈકોર્ટે આજે તમામ 400થી વધુ સાધુ સંતો અને હરિભક્તોન હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હરિધામ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ પેમ સ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રૂપમાં વહેંચાયું છે. હરિધામ સોખડાની રૂપિયા 10 હજાર કરોડની સંપત્તિનો વિવાદ અંતે હાઇકોર્ટમાં પહોંચયો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ પીટીશન દાખલ કરાઈ છે. ત્યારે હાઈકોર્ટે આજે તમામ 400થી વધુ સાધુ સંતો અને હરિભક્તોન હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


જિજ્ઞેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો


હાઈકોર્ટે વડોદરાના SP ને કહ્યુ કે, બંધક બનાવેલા તમામ હરિભક્તો માટે બસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરાવીને આપો. આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોને પણ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી હાજર રહેવાનો આદેશ કરાયો છે. તમને જણાવી દઈએ કે, સોખડા મંદિરમાં 130 સાધ્વીઓ અને 400 જેટલા સાધુ સંતો, હરિભક્તોને ગેરકાયદેસર બળજરીપૂર્વક ગોંધી રાખાનો આરોપ થયો.


સુરતની ગ્રીષ્માને મળશે ન્યાય, સેશન્સ કોર્ટ આજે હત્યારા ફેનિલને ફટકારશે સજા


આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી થઈ હતી. અરજી થતા હાઈકોર્ટે સામેના પક્ષના સાધુઓને નોટિસ ફટકારી છે. આજે બપોરે તમામ લોકોને વડોદરાની કોર્ટથી વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube