ઝી બ્યુરો/સુરત: હિન્દુ સંસ્કૃતિનું જતન થાય એવા ઉદ્દેશ્ય સાથે હવે મોટા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા લાગ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓને ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ


નવસારીના બીલીમોરા શહેરમાં આવેલ સ્વયંભૂ શ્રી સોમનાથ મહાદેવ ચાલુક્ય કાળ પૂર્વેથી બિરાજિત છે. સોમનાથ દાદાના દર્શનાર્થે શ્રાવણમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જેમાં રવિવારની મોડી રાતથી શિવ ભક્તોનું ઘોડાપુર ભોળાનાથના દર્શને આવતું હોય છે. મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ દરમિયાન મોટો મેળો પણ ભરાય છે. 


Chandrayaan-3: વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ બનાવ્યો ચંદ્રનો વીડિયો


ત્યારે આસ્થાના કેન્દ્ર ભગવાન સોમનાથ મંદિરમાં સનાતન સંસ્કૃતિની આમન્યા જળવાય અને મહાદેવના દર્શને આવતા શિવભક્તો વિકૃતિ ફેલાવે એવા વસ્ત્ર પરિધાન કરીને ન આવે એવા ઉદ્દેશ્ય સાથે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને ભગવાન સોમનાથના દર્શને આવનાર ભક્તો પર પ્રતિબંધ ફરમાવતો નિર્ણય કર્યો છે. 



અંબાલાલની ઘાતક આગાહી: અંતિમ તબક્કામાં ચોમાસુ તોફાની બનશે, આ વિસ્તારોમાં ફરી ધબધબાટી


મંદિરમાં બરમૂડા, હાફ પેન્ટ, સ્કર્ટ, સિવલેસ ડ્રેસ જેવા વસ્ત્રો પહેરીને ન આવવાના નિર્દેશ આપતા બેનર પણ લગાવવામાં આવ્યા છે. જેની સાથે જ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને રોકવા સુરક્ષા ગાર્ડ અને સ્વયંસેવકોને પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે ટ્રસ્ટ દ્રારા પણ મંદિરમાં આવતા ભક્તો ઉપર નજર રાખવામાં આવશે. જો કોઈ શ્રદ્ધાળુ પ્રતિબંધિત ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો તેને અટકાવી સમજાવીને પરત કરાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ નિર્ણયને દર્શનાર્થીઓએ પણ યોગ્ય ગણાવ્યો છે. 


મહેસાણાની સરકારી શાળામાં ધો. 1 થી 7 માટે માત્ર 1 જ શિક્ષક! શું આ રીતે ભણશે ગુજરાત?


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં, ફેશનેબલ  દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની  વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે.


સરકારે કેન્દ્રીય કર્મચારીઓના LTC નિયમમાં કર્યો ફેરફાર, હવે પહેલા કરતા મળશે વધુ ફાયદો