અંબાલાલની ફરી ઘાતક આગાહી: અંતિમ તબક્કામાં ચોમાસુ તોફાની બનશે, આ વિસ્તારોમાં ફરી ધબધબાટી

Gujarat Weather Forecast: ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદનું જોર ફરી એકવાર જોવા મળશે. ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ થશે, ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળળશે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

1/5
image

રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે.

2/5
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ, કડી તથા તેની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, અને મોડાસામાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

3/5
image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક ભાગમાં હળવા તો કેટલાક ભાગમાં ઝાપટાં તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આગામી 30 અને 31 તારીખ સુધીમાં બંગાળના ઉપસાગરમાં બીજુ એક વહન બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. મઘા નક્ષત્રમાં વરસાદ પડવાનો હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. સૌરાષ્ટ્રના દરિયકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

4/5
image

ઓગસ્ટ માસના અંતિમ બે સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે. અલનીનોના કારણે વરસાદ વધતા ઓછા પ્રમાણમાં રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. તમને જણાવી દઈએ કે હાલ સુધી રાજ્યમાં 29 ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ છે. 

5/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. પરંતું આવતીકાલથી ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે.