મહેસાણાની સરકારી શાળામાં ધો. 1 થી 7 માટે માત્ર 1 જ શિક્ષક! શું આ રીતે ભણશે ગુજરાત?

Mehsana School: મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલી કુમાર શાળા નંબર એકમાં વર્ષ 2017થી સરકારી ઈંગ્લીશ મિડીયમ શાળામાં અત્યાર સુધી માત્રને માત્ર એક જ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી છે. 

 મહેસાણાની સરકારી શાળામાં ધો. 1 થી 7 માટે માત્ર 1 જ શિક્ષક! શું આ રીતે ભણશે ગુજરાત?

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાની એક માત્ર સરકારી ઈંગ્લીશ મીડિયમ શાળામાં માત્ર એક જ કાયમી શિક્ષકની ભરતીથી શિક્ષણ પર સવાલો ઉઠ્યા છે. મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલી કુમાર શાળા નંબર એકમાં વર્ષ 2017થી સરકારી ઈંગ્લીશ મિડીયમ શાળા શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધી માત્રને માત્ર એક જ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી છે. 

ત્યારે સવાલ એ થાય કે ધોરણ. 1થી ધોરણ.7 સુધીના 132 બાળકોને આ એક શિક્ષક અભ્યાસ કેવી રીતે કરાવતા હશે? એક કાયમી શિક્ષક સાથે અહી જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી 3 પ્રવાસી શિક્ષકો મૂકીને હાલમાં 132 બાળકોનો અભ્યાસના બગડે તે માટે પ્રયાસ કરાયો છે. પરંતુ 5 કાયમી શિક્ષકોના મહેકમ વચ્ચે 1 કાયમી અને 3 પ્રવાસી શિક્ષક ગણીએ તો પણ 4 થાય.

ત્યારે અહી કાં તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અથવા વધુ પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવે તો આ શાળાના બાળકોનો અભ્યાસ પર માઠી અસર પડે નહિ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news