કળિયુગી કપૂત!! વૃદ્ધ પિતાને રસ્તા પર ઢસડીને હેવાન પુત્રએ માર માર્યો, શોકિંગ Video
- હેવાન પુત્ર પોતાના પિતાને પેવર બ્લોક ઉપર ઘસડી ફળિયામાં આવેલા તેમના ઘર સુધી લઇ ગયો
- સમગ્ર ઘટનાનો વીડિયો પૌત્ર રાજુએ બનાવ્યો અને કાકા રમણભાઈ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડમાં કળિયુગી કપૂતનું ચોંકાવનારુ કારસ્તાન સામે આવ્યું છે. મૂળી ગામના મહેતા ફળિયામાં 95 વર્ષના વૃદ્ધ પિતાને બેરહેમીપૂર્વક દીકરાએ જ માર માર્યો છે. પિતાને મોટો દીકરો હેરાન કરતો હતો. જેથી પિતા મોટા દીકરાની ફરિયાદ કરવા નાના દીકરાના ઘરે ગયા હતા. પરંતુ આ શેતાન બની બેઠેલા દીકરાથી આ સહન ન થયું અને નાના દીકરાના ઘરે પહોંચી પિતાને ઢોર માર મારવા લાગ્યો. પિતા કોઈ ગુનેગાર હોય તેમ ધોકાથી ઢોર માર મોટા દીકરાએ માર્યો. જો કે આખી ઘટનાનો પૌત્રએ વીડિયો ઉતારી કાકા સામે ફરિયાદ નોંધાવી. જેથી હાલ આ કળિયુગી કપૂતની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો : સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે
પિતાને રસ્તા પર ઘસડીને ફળિયામાં લઈ ગયો પુત્ર
પૌત્રએ વીડિયો એવીડન્સ સાથે રૂરલ પોલીસ મથકે રજુઆત બાદ FIR થઈ હતી. વલસાડ તાલુકાના મૂળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ સોમાભાઈ હળપતિના બે દીકરા શંકરભાઈ અને રમણભાઈ એક જ ફળિયામાં રહે છે. ભીખાભાઈ તેમના દીકરા રમણભાઈ સાથે રહેતા આવ્યા છે. 14 જૂન 2021 ના રોજ સવારે ભીખાભાઇ દીકરા શંકરના ઘરે આવી પૌત્ર રાજુને મળી તેના કાકા રમણભાઈ તેમને માર મારી રહ્યા હોવાનું તેમજ તેમની સારવાર કરાવી ન રહ્યા હોવાની ફરિયાદ પૌત્રને કરી રહ્યા હતા, અને હવેથી શંકરભાઈના ઘરે જ રહેવા આવવાના હોવાનું જણાવ્યું હતું. જે દરમિયાન રમણભાઈ અચાનક આવી જતા ભીખાભાઈને માર માર્યો હતો. એટલુ જ નહિ, હેવાન પુત્ર પોતાના પિતાને પેવર બ્લોક ઉપર ઘસડી ફળિયામાં આવેલા તેમના ઘર સુધી લઇ ગયો હતો.
આ પણ વાંચો : ગાંધીનગરના રસ્તાઓ પર યુવતીઓને જોઈ ઢીંચણ સુધીનું પેન્ટ ઉતારી દેતો યુવક પકડાયો
પૌત્રએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો
સમગ્ર ઘટનાનો વીડિયો પૌત્ર રાજુએ બનાવ્યો હતો અને બનાવ અંગે દાદાને મારનાર સગા કાકા રમણભાઈ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનામાં સવાલ એ થાય છે કે પિતાના મારવાનો દીકરાને કોણ અધિકારી આપ્યો. શું નાના દીકરાના ઘરે જવું ગુનો છે. આવા કળિયુગી કપૂત સામે ક્યારે થશે દાખલારૂપ કાર્યવાહી. આવા હેવાન બની બેઠલા કપૂતોને ક્યારે થશે કડક સજા.