સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા, જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ?
Sonaldham Madhada temple: સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જૂનાગઢમાં નરસિંહ મહેતા બિલખામાં શેઠ શગાળશાહ સતાધારમાં આપાગીગા બગદાણામાં બાપાસીતારામ ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આઈ ચારણોની શક્તિ મઢડાવાળી માં સોનલ આઇ જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ?
ઝી ન્યૂઝ/જૂનાગઢઃ સોરઠની ધરતી પર અનેક સંતોએ બેસણા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ત્યારે જૂનાગઢના મઢડા ગામમાં ચારણ કુળના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા હોવાના અહેવાલે ભારત સહિત વિદેશોમાં વસતા લાખો ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે. તેમના નિધનના સમાચાર મળતા દેશ વિદેશમાં ચારણ સમાજ અને તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનુઆઈને આજે (મંગળવારે) સમાધી અપાશે. તેમના દેવલોક પામ્યાના સમાચાર મળ્યા બાદ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સોનલ માતાજીના બહેન બનુઆઈ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
કીર્તિદાન ગઢવીએ આપી શ્રદ્ધાંજલિ
સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડવાના સમાચાર મળતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ આપી છે. બનુઆઈના નિધનના સમાચાર મળતા ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જૂનાગઢમાં નરસિંહ મહેતા બિલખામાં શેઠ શગાળશાહ સતાધારમાં આપાગીગા બગદાણામાં બાપાસીતારામ ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આઈ ચારણોની શક્તિ મઢડાવાળી માં સોનલ આઇ જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ?
કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા?
ચારણ કુળનો મઢડા ગામનો એવો ઈતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં.. પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. ચાર-ચાર પુત્રીઓ પછી પણ પાંચમુ સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં.. પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો. જેટલો આગળની ચાર-ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં.. સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે.
ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ ઠક્કરબાપા આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા. જે કોઈપણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે.
શું છે સોનલ ધામનો ઈતિહાસ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી ?
મહાભારત વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. કવિ કુલગુરૂ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે. ચાવીસે અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથૃ ભગવાન-પૃથુ રાજાથી માંડીને અલ્લાઉદ્દીન ખિલજી મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સનમાન્યા અને વધાવ્યા છે. એવું કહેવાય છે કે જે ચારણ... સાચા અને શુદ્ધ ચારણ છે. તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર.. ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે. જેમાં તે પિવત્રતતા શુદ્ધતા સ્વમાનતા ખુમારી નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે.
જૂનાગઢના મઢડાવાળી માં સોનલ આઇનું મંદિર ક્યાં આવેલું છે?
મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે મઢડા ગામ... આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે... 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.
લાખો ભક્તોની આસ્થાનું છે પરમ ધામ
મંદિરમાં બિરાજીત આઈ સોનલ માંના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રધ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી.
પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઈંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે. માતાજીના અનેક ભક્તો છે. તેઓ તન-મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક ઝૂકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે.
શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ ભલ ભલાને આંજી દે
આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાય રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતા. જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા. પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ સંતસંગ પણ કર્યા. શ્રી સોનલ માતાજી.. માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતા પણ અન્ય દેવી-દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર... શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે તેવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube