Veer Narmad South Gujarat University : વીર નર્મદ યુનિ. સલંગ્ન કોલેજે છબરડો માર્યો છે. વલસાડની કોલેજના વિદ્યાર્થીએ પરીક્ષા જ આપી ન હતી છતાં રિઝલ્ટ જાહેર કરાયું છે. વલસાડની કોલેજે યુનિવર્સિટીને લેખિત જાણ કરી છે. વલસાડની લો કોલેજના એક વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી ન હતી, છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા હતા. કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને એક વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીર નર્મદ યુનિવર્સિટીનો ફરી છબરડો જોવા મળ્યો છે. વલસાડની લો કોલેજના એક વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી ન હોવા છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે. જો કે, કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને એક વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું હતું. આ મામલે યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. 


બ્રેકિંગ ન્યૂઝ : ભાજપના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાયો, ભાજપે આપી મોટી સરપ્રાઈઝ


અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતની અન્ય ઘણી કોલેજોના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામોમાં પણ આવા છબરડાની ફરિયાદો મળી છે. આ વર્ષમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ઘણાના પરિણામોમાં લોચાની ફરિયાદો ઉઠી છે. ભૂલો કરનાર કંપનીઓને જ કામ સોંપાયું હતું. યુનિવર્સિટીએ ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગથી લઈને પરિણામ જાહેર કરવા સુધીના કામ પાછળ કરોડોનો ખર્ચ થાય છે. શહેરની એક કોલેજમાં બીએના અંતિમ વર્ષના વિદ્યાર્થીનો આક્ષેપ છે કે તેના માર્કસ કુલ માર્કસ કરતા વધુ છે. બીજા વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો ક LLB સેમ-5માં તમામ જવાબ લખવા છતાં અડધાથી ઓછા માર્ક્સ મળ્યા છે.


રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદીનું મોટું પગલુ, સુપ્રીમમાં દાખલ કરી કેવિએટ


સમગ્ર મામલે VC કિશોરસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે આ પરિણામ રદ કર્યું છે. આ મામલે તપાસ ચાલી રહી છે. વલસાડની કોલેજના વિદ્યાર્થીનું પરિણામ ખોટી રીતે બહાર પાડવામાં આવ્યું છે. જે પરિણામ રદ કરવામાં આવ્યું છે. જો કે, આ કેસમાં જવાબદાર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.


મુખ્યમંત્રી સાહેબ, અમે વિકાસ માંગ્યો હતો, તમે તો નકરા ખાડા જ આપ્યા


જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત : પહેલીવાર ઉપવાસીઓ પર મેડિકલ રિસર્ચ કરાશે