જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત : પહેલીવાર ઉપવાસીઓ પર મેડિકલ રિસર્ચ કરાશે

Chaturmas 2023 : વડોદરામાં 300 તપસ્વીઓ સ્વેચ્છાએ તેમનાં બ્લડ સેમ્પલ તબીબોને આપ્યા હતા. આ સાથે જ કુલ 1500 જેટલા ઉપવાસીઓને મેડિકલ રિસર્ચમાં સામેલ કરાશે
 

જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત : પહેલીવાર ઉપવાસીઓ પર મેડિકલ રિસર્ચ કરાશે

Vadodara news : આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. ચાતુર્માસ એટલે જૈનોનું આકરુ તપ. ચોમાસાના આ ચાર મહિનાઓનું જૈનો માટે ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસોમાં તેઓ આકરા તપ કરે છે. ત્યારે પહેલીવાર ઉપવાસ કરનારાઓનું શારીરિક, માનસિક અને બાયોજિકલ ફેરફારો પર રિસર્ચ કરવામાં આવશે. વડોદરામાં જૈન ધર્મના 1500 ભાવિકો સળંગ 30 દિવસ અઠ્ઠમ સહિતના ઉપવાસ કરશે, જેમના પર આ આખું રિસર્ચ હશે. જેમાં 300 તપસ્વીઓ સ્વૈચ્છાએ પોતાના બ્લડ સેમ્પલ આપશે. 

ચાતુર્માસની શરૂઆત અને અંતે બ્લડ ટેસ્ટ લેવાશે
જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત થઈ છે. આ આકરા ઉપવાસથી શરીરમાં થતા ફેરફારોને લઈ મેડિકલ ટેસ્ટ કરાશે. આ માટે તમામ ઉપવાસીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાં 300 તપસ્વીઓ સ્વેચ્છાએ તેમનાં બ્લડ સેમ્પલ તબીબોને આપ્યા હતા. આ સાથે જ કુલ 1500 જેટલા ઉપવાસીઓને મેડિકલ રિસર્ચમાં સામેલ કરાશે. આ તમામ તપસ્વીઓનું છેલ્લે 30 મા ઉપવાસે પણ આ જ રીતે બ્લડ સેમ્પલ લેવામાં આવશે.

શરીરમાં આવતા ફેરફારો પર રિસર્ચ થશે 
આ મેડિકલ બહુ જ મહત્વનુ સાબિત થશે. જેમાં 30 ગાળાના ચાતુર્માસના સમયગાળમાં ઉપવાસીઓના શરીરમાં કેવી શારીરિક, માનસિક અને બાયોલોજિકલ ફેરફાર થાય છે તે ચકાસવામાં આવશે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આ રિસર્ચ હાત ધરવામાં આવશે. તેમના વિચારોમાં શું બદલાવ આવે છે તે પણ ચકાસવામામાં આવશે. 

જૈન અગ્રણી દીપક શાહે આ વિચાર જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ સમક્ષ મૂકતાં તેમને આ વિચાર ગમ્યો હતો અને ચાલુ વર્ષે તબીબી પરીક્ષણ કરવાની મંજૂરી પણ આપી હતી. તેઓ જણાવે છે કે, ઉપવાસની શરૂઆતમાં તમામના બ્લડ સેમ્પલ લેવાયા છે. હવે ઉપવાસના અંતે પણ બ્લડ સેમ્પલ લેવાશે. 

આમ, 11 જુલાઈથી વડોદરાના વિવિધ સંઘમાં ઉપવાસના પારણા થયા હતા. અલકાપુરી જૈન સંઘ, રેસકોર્સ જૈન સંઘ, લાલબાગ જૈન સંઘ, વાઘોડિયા જૈન સંઘ, શ્રીસોસાયટી જૈન સંઘ, હરણી રોડ કલિકુંડ જૈન સંઘ ખાતે અઠ્ઠમ તથા માસક્ષમણનાં ઉત્તર પારણાં યોજાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news