Surat News સંદીપ વસાવા/સુરત : પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાંખવામાં આવી રહેલી ૭૬૫ કેવીની નવી વીજ લાઈનનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તેથી આજરોજ કાર રેલી સ્વરૂપે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી છે. કોઈ પણ ભોગે ખેડૂતો પોતાની જમીન આપવા માંગતા નથી. ખેડૂતો જમીન સંપાદનના કાયદા બદલવા માંગ કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘જાન દેગે જમીન નહિ’ નારા લગાવી રહેલા ખેડૂત સુરત જીલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના ખેડૂતો છે. તેઓ ભેગા મળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાંખવામાં આવતી નવી વીજ લાઈન છે. આ વીજ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લઈ જવામાં આવી રહી છે. અગાઉ પણ આ જ વિસ્તારમાંથી કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવે પસાર કરવામાં આવ્યો છે અને ખેડૂતોની મહામુલી જમીન સંપાદિત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવાર વીજ લાઈન પસાર થતા હવે ખેડૂતોને વધુ જમીન ગુમાવવાનો વારો આવનાર છે.


ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું


એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને સરકાર દ્વારા મોઢે માગેલી રકમ જમીન માટે આપવામાં આવી હતી. જોકે વીજ લાઈનના પોલ ઉભા કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા એકદમ અલગ છે. સરકાર હજુ પણ ૧૮૮૫ ના ટેલિગ્રાફિક એક્ટને અનુસરી રહી છે. જે ટેલિફોનના થાંભલા નાંખવા માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં ટેલિફોનના એક માત્ર પોલ ઉભા કરવામાં આવતા હતા અને જેનાથી ખેતીને કોઈ નુકસાન થતું ન હતું. પરંતુ ૭૬૫ કેવી વીજ લાઈન અલગ છે. ૮૫/૮૫ ની માતબર જગ્યામાં વીજ પોલ ઊભો થશે અને ત્યારબાદ ખેતરમાંથી વીજ લાઈન પસાર થશે. જેનાથી જમીન અને પર્યાવરણને પણ ભારે નુકસાન થવાનું છે. 


વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, વાવણી માટે આપ્યા આ સંકેત


ખેડૂતોની માંગ છે કે જેમ શહેરી વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નાંખે છે તે રીતે જમીનની અંદર કેબલ લાઈન નાંખે અથવા તો ગુજરાતના કોસ્ટલ એરિયામાંથી આ લાઈન પસાર કરવામાં આવે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાલ જે જગ્યા પરથી લાઈન પસાર થવાની છે તે વિસ્તારના ખેડૂતોને નોટિસ આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યા પર કંપનીના કર્મચારીઓ દ્વારા જબરજસ્તી ખેતરમાં ઘૂસી જઈ ઊભા ખેતી પાકને નુકસાન કરવાના પણ કિસ્સા સામે આવ્યા છે. 


ત્યારે ખેડૂતોની માંગ છે કે જ્યાંથી લાઈન પસાર થવાની છે તે તમામ ખેડૂતોને એક સાથે નોટિસ આપવામાં આવે. આજરોજ ખેડૂતો મોટી સંખ્યામાં કામરેજના વલથાન ખાતે ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરવા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.


અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યા