વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, વાવણી માટે આપ્યા આ સંકેત

Ambalal Patel Advise For Gujarat Farmers : ગુજરાતમાં ક્યારે થશે વાવણી લાયક વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી, અંબાલાલ પટેલે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, અંબાલાલ પટેલે કહ્યું કે આ તારીખ સુધીમાં વાવણી કરી લેજો, ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, વાવણી માટે આપ્યા આ સંકેત

Monsoon Arrival : દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે. આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે, જે તેમણે ખરીફ પાકના વાવાણી માટે બહુ કામની સાબિત થશે. ગુજરાતમાં ખરીફ સિઝનની વાવણી 80થી 82 લાખ હેક્ટરમાં થાય છે. ખેડૂતો એ આ વાવણીમાં સૌથી વધારે તકેદારી રાખવાની જરૂર છે. 

આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. 

ગુજરાતમાં ક્યારે થશે વાવણી લાયક વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.

આજથી પ્રિમોન્સૂન વરસાદની આગાહી 
રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. માત્ર રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી, રાજકોટ 41.4 ડિગ્રી, ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.4  ડિગ્રી નોંધાયું છે. 

આ રીતે નુકસાનીથી બચજો
ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.

રવિ પાકના ટેકાના ભાવ નક્કી થશે

આજે ગુજરાત ભાવ પંચની બેઠક મળવાની છે. આ બેઠકમાં દેશના તમામ રવિ પાકના ભાવો નક્કી કરવા માટે મહત્વની ચર્ચા થશે. જેમાં રાજ્ય સરકાર, ખેડૂત આગેવાન અને કિસાન સંઘના પ્રતિનિધિ હાજર રહેશે. રાજ્ય સરકાર રવિ પાકના ભાવો નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલશે. તમામ રાજ્યોના ભાવોના આધારે કેન્દ્ર દ્વારા રવિ પાકના અંતિમ ભાવ નક્કી કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news