SPA ની મજા માણવાનું તમને પડી શકે છે ભારે, સામે આવ્યાં ચોંકાવનારા કિસ્સા, યુવાન સાથે બન્યુ કંઈક એવું...
સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે.
જિનેશ સોની, અમદાવાદઃ છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદ સહિત ગુજરાતમાં સ્પા (SPA) નું ચલણ વધી ગયું છે. લોકો હેર મસાજ, ફેસ મસાજ અને બોડી મસાજ માટે સ્પામાં જતા હોય છે. જ્યાં કેટલીક જગ્યાએ દેશી અને વિદેશી યુવતીઓ દ્વારા ગ્રાહકોને આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. દેશના મોટા શહેરોમાં આ ટ્રેન્ડ ચાલતો જ આવે છે. મોટા-મોટા બિઝનેસ મેન, વેપારીઓ અને ફિલ્મી હસ્તીઓ પણ રિલેકશ થવા માટે સ્પામાં હેડ મસાજ, ફેસ મસાજ કે બોડી મસાજ લેતાં હોય છે.
Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, Account Verification ની આ રહી પ્રોસેસ
જોકે, વાત અહીં અહીં વાત આટલેથી જ અટકતી નથી. ઠેર-ઠેર આવા સ્પા સેન્ટરોની આડમાં હવે સેક્સ સેન્ટર ચલાવવામાં આવે છે. સ્પાની આડમાં ઘણી બધી જગ્યાએ રીતસરના કુટણખાના ચલાવવામાં આવે છે. દેશના અન્ય શહેરોની જેમ હવે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં પણ આ દૂષણ પ્રવેશી ચૂક્યું છે. જ્યાં સ્પાનું નામ લઈને ગ્રાહક સેન્ટરમાં પ્રવેશ કરે છે, અને અંદર જતાની સાથે જ ત્યાં જીશ્મફરોશીનો ધંધો કરતી યુવતીઓ અને તેમના દલાલો તેમને અલગ અલગ યુવતીઓ દેખાડીને ગોરખધંધો કરે છે. ખાસ કરીને યુવા પેઢી સ્પાના નામે શરીર સુખ માણવા માટે આવા સ્પા સેન્ટરોની આસપાસ ભટકી જોવા મળે છે.
ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે. એટલું જ નહીં આવા સ્પામાં મજા માણવાની આશા એ આવેલાં યુવાનો સાથે હવે છેતરપિંડી, બ્લેકમેઈલીંગ અને હનીટ્રેપના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. આ બાબત વધુ ગંભીર છે.
હાલ અમદાવાદના અનેક વિસ્તાર છે કે જ્યાં 'સ્પા'ની આડમાં આવી જિશ્મફરોશીની હાટડીઓ બેરોકટોક ધમધમે છે. તમને વિચાર આવશે કે 'સ્પા' નું નામ પડે તો સેક્સ કેમ યાદ આવે? સ્પામાં બોડી મસાજ થાય અને માલિશ થકી બોડીને રિલેક્સ કરવામાં આવે. પરંતુ શું આપ જાણો છે કે સ્પાની આડમાં દેહવ્યાપાર ધમધમી રહ્યો છે. 'સ્પા' તો માત્ર નામ છે પરંતુ સ્પાની આડમાં રૂપિયા વસૂલીને થતો દેહ વ્યાપાર સમાજ માટે એક મોટું દૂષણ છે. સ્પામાં તમે જાઓ એટલે 800થી 1000 રૂપિયા બોડી મસાજ માટે વસૂલવામાં આવે. અને જ્યારે તમે રૂમમાં જાઓ ત્યારે થાઈલેન્ડ, પતાયા, બેંગકોંગ, સિંગાપોર અને મલેશિયાથી આવેલી સ્પા થેરાપીસ્ટ કરી કે કામ કરતી સ્વરૂપવાન યુવતીઓ તમે શરીર સુખ માટે ની ઓફર કરે છે. આવા સ્પા સેન્ટરોમાં B 2 B, હાફ, ફૂલ મસાજના નામે કોર્ડ વર્ડમાં ગ્રાહક સાથે વાત કરવામાં આવે છે. અને ચાર્જ નક્કી કરવામાં આવે છે.
Maldives માં મજા માણતી દેખાઈ Bollywood ની Bikini Beauties, આ રૂપસુંદરીઓના સેક્સી Photos જોશો તો બધું જ ભૂલી જશો
સ્પામાં કેવી રીતે કરવામાં આવે છે બ્લેકમેઈલિંગઃ
સ્પાના રૂમમાં તમને પહેલાં એન્ટ્રી આપવામાં આવે છે, બાદમાં તમારા રૂમમાં સ્વરૂપવાન યુવતી આવે છે. સ્પા થેરાપીસ્ટ તરીકે કામ કરતી આ યુવતીઓ અસલમાં દેહવ્યાપારનું કામ કરે છે. થોડીવારમાં જ તમારા રૂમમાં બોલ્ડ કપડાં પહેરીને આવેલી સ્પા થેરાપીસ્ટ યુવતી ધીરે રહીને તમને સેક્સ માટે ઓફર કરે છે. જેના બદલામાં યુવાનો પાસેથી સારા એવા પૈસા પણ વસુલે છે. વાત એટલેથી અટકતી નથી. જ્યારે આ યુવતીઓ અને સ્પા સંચાલક તેમના ત્યાં આવતા ગ્રાહકને થોડો ઓળખી લે. અને બરાબર પરિચય કેળવાઈ જાય, તેનું બેકગ્રાઉન્ડ જાણી લે પછી, તેને બ્લેઈકમેઈલ કરવામાં આવે છે. છૂપી રીતે છૂપા કેમેરાથી આવા લોકો યુવાનનો વીડિયો બનાવી લે છે. અને તેના બદલામાં
તગડી રકમ વસુલવામાં આવે છે. અને બદનામીના ડરના માર્યા યુવાનોએ આ રીતે પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.
Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની
'સ્પા' માં યુવતીઓ તમને આર્કષિત કરે છે અને નાણા વસૂલીને બ્લેકમેઈલ પણ કરે છે. સ્પામાં લોકો ચેતી જજો, નહીં તો એવું થશે કે પરિવારમાં અને સમાજમાં મોં છુપાવીને ફરવું પડશે. તાજેતરમાં જ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. જે સ્પામાં જતાં યુવાનોની આંખો ખોલી દે તેવા કિસ્સા છે.
મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન
1) અમદાવાદના પોશ વિસ્તારનો કિસ્સોઃ
જો તમે એક વખત સ્પાની મુલાકાત લેશો, તો તમને વારંવાર સ્પામાં જવાનું મન થશે. કારણકે, આ પણ એક પ્રકારની લત છે. અત્યારના સમયમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો એ ખૂબ સામાન્ય થઈ ગયું છે. પરંતુ આની આદત તમને આર્થિક રીતે બરબાદ કરી નાખશે અને સમાજમાં તમે મોં છુપાવવા લાયક પણ નહીં રહો. તાજેતરમાં જ એવી ઘટના બની કે પોશ વિસ્તારના એક સ્પામાં એક કિરણ નામનો યુવાન ગયો અને ગુપ્ત કેમેરા થકી યુવાનનો વીડિયો બનાવાયો, ત્યાર બાદ સમાધાન કરવા માટે નાણા માંગવામાં આવ્યા..પોલીસ ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ અપાઈ, ભાંગી પડેલા યુવાને નાણાં આપીને સમાધાન કર્યું. જો કે આ બ્લેકમેઈલિંગની વાત આંતરિક સૂત્રો થકી જાણવા મળેલ છે.
(ઓળખ છુપાવવા માટે પાત્રનું નામ બદલેલું છે.)
Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો
2) સ્પામાં ગયેલા યુવાને જણાવી પોતાની આપવિતી:
સ્પામાં ગયેલા યુવાને પોતાની આપવીતિ સંભળાવી જે સાંભળીને તમારા રૂંવાટા પણ ઉભા થઈ જશે. બહાર ગામથી અમદાવાદમાં આઈટી કંપનીમાં જોબ માટે આવેલાં રોહનને લાગી ગઈ સ્પામાં જવાની લત. કોઈક મિત્રએ તેને આ સ્પાનો ચસકો લગાવ્યો. અને આ યુવાન નિયમિત શહેરના પોશ વિસ્તારમાં આવેલાં એક સ્પા સેન્ટરમાં જવા લાગ્યો. રોહન પાસેથી તેની હિસ્ટ્રી જાણી લીધાં બાદ એક દિવસ મોકે, જોઈને જાળ બિછાવીને સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી સાથે રોહનનો કઢંગી હાલતમાં વીડિયો બનાવી લેવામાં આવ્યો. અને ત્યાર બાદ આ જ વીડિયો બતાવીને રોહન પાસે તગડી રકમ પડાવી લેવામાં આવી. બ્લેકમેઈલિંગ એ હદે ચાલ્યું કે છેલ્લે રોહન સાવ ખાલી થઈ ગયો, મોબાઈલ, અને પોતાની પાસે જે બાઈક હતું તે પણ વેચીને તેના પાસે તેણે આ સ્પા સેન્ટરવાળાને ચુકવ્યાં. સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓથી લઈને તેના સંચાલક સુધી બધા જ આ રેકેટમાં સામેલ હતાં. જોકે, બદનામીના ડરથી રોહન પોલીસ ફરિયાદ ન કરી શક્યો. અને પોતાના પરસેવાની કમાણી ગુમાવવાનો વારો આવ્યો. ત્યાર બાદ મહા મુસીબતે તે આ લોકોના ચુંગાલમાંથી છુટ્યો. આંતરિક વર્તુળોમાંથી આ કિસ્સો જાણવા મળ્યો છે.
(ઓળખ છુપાવવા માટે પાત્રનું નામ બદલેલું છે.)
દરેક સ્પા સેન્ટરોમાં આવું જ ચાલતું હશે અમે એવું કહેવા નથી માંગતાં. જોકે, કહેવાય છેકે, ચેતતા નર સદા સુખી. અમદાવાદમાં સામે આવેલાં આ કિસ્સા ન માત્ર ચોંકાવનારા બલ્કે યુવાનો માટે લાલબત્તી સમાન છે.
OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube