ગાંધીનગરઃ કોરોના વાયરસની મહામારીએ  વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે સ્પર્શથી તેમજ ‘ડ્રોપલેટ્સ’ અને હવામાંના પર્ટિકલ્સથી પણ ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ જો તમારી આસપાસનું વાતાવરણ જ વાયરસ કે જંતુમૂક્ત કરી શકાય તો કેવું...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આના ઉપાયે icreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનૌજીયા, નવનીત પાલ અને  અંકિત શર્માએ,  પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨*૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાયરસ રહિત થઈ જશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, જો ‘ડ્રોપલેટ્સ’ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે. ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિક્સાવ્યું છે. આ ઉપકરણ એ બલ્બ હોલ્ડરમાં મુકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શક્શે. એટલું જ નહી પરંતુ લોકો રોજ-બ-રોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શક્શે. 


માત્ર એક કલાકમાં જ ૧૨*૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થઈ શક્શે, અને આમાં માત્ર ૫ વોટ વીજળી વપરાશે. સઆ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાયરસના ચેપથી મૂક્ત રાખી શકશે. ૨૪ કલાક ઉપકરણ વાપરી શકાશે અને તેની કોઈ આડઅસર નથી. તેને મેઈનટેનન્સ કે રીફીલ કરવાની જરૂર નથી.


આવતીકાલથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ-પ્રમાણપત્રો એનાયત કરાશે  


 આમ આ ઉપકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. 


i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટે જણાવ્યું છે કે, આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાયરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે. મારા મત પ્રમાણે આ એક ઉચ્ચ કક્ષાનું સંશોધન છે  પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. 


રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ સહયોગથી ‘આઈક્રિએટ’ને ટેક-ઇનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ માટેની ભારતની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે.


MRP કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે આ રીતે નોંધાવો ફરિયાદ, સરકારે જાહેર કર્યું મેલ આઇડી


અત્રે ઉલ્લેખનીય છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં  રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર