સુરત : શહેરના ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી સોનાના દાગીના બનાવતી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની કંપનીની રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂ. 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરવાના પ્રકરણમાં પોલીસે 8 માંથી 6 આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. સુરતના ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ-અલગ ડિપાર્ટમેન્માં મશીન ઉપર દાગીના બનાવતી વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાઉડર કંપનીની રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડના આંતરિયાળ જિલ્લામાં સરકારી તંત્રનું રેઢીયાળ કામકાજ, ડોક્ટર્સ પણ ગેરહાજર રહે છે


જો કે છેલ્લા છ મહિનાના સમયગાળામાં રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ થતા પાઉડરમાંથી એકત્રીત થતા સોનાનું ટકાવારીમાં ઘટ થતી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કંપની માલિક શૈલેષ પુનમચંદ રાઠોડ અને એચઆર મેનેજર પ્રિતેશ ચંપક પટેલએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન રિફાઇનીંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી રામસહાય પટેલ ઉપર શંકા જતા તેમને રહેવા માટે ફાળવવામાં આવેલી ઇચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્કના વેલપાર્કની રૂમમાં સરપ્રાઇઝ ચેંકીગ કર્યુ હતું. જેમાં 50 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર મળી આવતા શ્રીપ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. 


GUJARAT CORONA UPDATE: નવા 35 કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


જો કે તેની ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદનકુમાર સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ, વિનોદર રાજકરણ બિંદ, સુનીલકુમાર આનકાપ્રસાદ મિશ્રા સાથે મળી ડસ્ટ પાઉડરની ચોરી કરી સિક્યુરીટી ગાર્ડ રાજુસીંગ નન્કુસીંગ સિકરવારની સાંઠગાંઠમાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી કંપનીના મેનેજરે આ અંગે ઇચ્છપોર પોલીસ મથકમાં 8 લોકો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 8 પૈકી 6 લોકોની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 


ભગવાને અધિકારી બનાવ્યા પણ સંતોષ નથી, 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા


પોલીસ પૂછપરછ દરમિયાન રિફાઇનીંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરવામાં માસ્ટર માઇન્ડ ચંદનકુમાર સિધુંકુમાર મિશ્રા હોવાની કબૂલાત કરી હતી. ચંદનકુમાર સાથે તેઓ કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનો પ્લાનીંગ કરતા હતા. કંપનીમાંથી ડસ્ટ પાઉડર ચોરી કર્યા બાદ મુંબઇના વેપારી અને તેની પત્નીને મોબાઇલ પર સંર્પક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા. જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વહેંચણી કરતા હતા. હાલ પોલીસે મુંબઈના બન્ને વેપારીઓ કોણ છે અને કેટલો માલ અત્યાર સુધી વેચ્યો છે તે અગે તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube