અતુલ તિવારી, અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદીકના કોર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે પરિણામ મોડા આવ્યા હતા જેના કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. પરંતુ હવે ટૂંક જ સમયમાં પ્રવેશ કમિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.. પરંતુ એ પહેલા જુદા જુદા કોર્ષ માટે રાજ્યમાં કેટલી કોલેજો, બેઠક અને અંદાજીત ફી ભરવાની રહે છે, તેની પર એક નજર કરીએ તો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડીકલમાં પ્રવેશ માટેની સ્થિતિ :
રાજ્યમાં મેડીકલની કુલ બેઠક : 5357
ઓલ ઇન્ડિયા ક્વોટામાં કુલ બેઠક : 210
રાજ્યમાં કુલ સરકારી બેઠક : 4437
મેનેજમેન્ટ ક્વોટાની કુલ બેઠક : 200
NRI કવોટાની કુલ બેઠકો : 510


રાજ્યભરમાં 29 મેડીકલ કોલેજો આવેલી છે, જેમાં કુલ 5357 બેઠકોનો સમાવેશ થાય છે.. આ તમામ બેઠકોને સરકારી અને ખાનગી કોલેજોમાં વિભાજીત કરવામાં આવે છે.. રાજ્યમાં મેડીકલની 7 સરકારી કોલેજોમાં આવેલી 1407 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં સેલવાસામાં આવેલી મેડીકલ કોલેજની 10 સરકારી બેઠકોનો પણ સમાવેશ થાય છે.. સરકારી કોલેજોની કુલ 1407 માંથી 210 બેઠકોનો ઓલ ઇન્ડિયા ક્વોટાનો સમાવેશ થાય છે.. રાજ્યમાં 22 જેટલી ખાનગી(મ્યુનીસીપલ કોર્પોરેશન સહીત) કોલેજો આવેલી છે, જેમાં 3950 બેઠકો આવેલી છે.. ખાનગી કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠકો પર વાર્ષિક ફીના ધોરણની વાત કરીએ તો 3 લાખથી શરુ થઈને જુદી જુદી કોલેજોની ફી 8.50 લાખ સુધી છે.. જ્યારે મેનેજમેન્ટ કવોટામાં 8.25 લાખથી 16 લાખ રૂપિયા સુધીની ફી ભરવાની રહે છે.. 


ડેન્ટલમાં પ્રવેશ માટેની સ્થિતિ :
રાજ્યમાં મેડીકલની કુલ બેઠક : 1255
ઓલ ઇન્ડિયા ક્વોટામાં કુલ બેઠક : 38
રાજ્યમાં કુલ સરકારી બેઠક : 992
મેનેજમેન્ટ ક્વોટાની કુલ બેઠક : 84
NRI કવોટાની કુલ બેઠકો : 141


રાજ્યભરમાં ડેન્ટલની કુલ 13 કોલેજો આવેલી છે, જેમાં 2 સરકારી બેઠકો તેમજ 11 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે.. સરકારી બે કોલેજોમાં 250 જ્યારે ખાનગી 11 કોલેજોમાં 1005 બેઠકોનો સમાવેશ થાય છે.. ખાનગી કોલેજોમાં સરકારી બેઠકોની ફી 4 લાખ રૂપિયાથી લઈને જુદી જુદી કોલેજોમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર 8 લાખ સુધીની ફી ભરવાની રહે છે..


આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટેની સ્થિતિ :
રાજ્યમાં મેડીકલની કુલ બેઠક : 2202
ઓલ ઇન્ડિયા ક્વોટામાં કુલ બેઠક : 267
રાજ્યમાં કુલ સરકારી બેઠક : 1543
મેનેજમેન્ટ ક્વોટાની કુલ બેઠક : 152
NRI કવોટાની કુલ બેઠકો : 229
વિદેશી વિદ્યાર્થીઓ માટે કુલ બેઠક : 11


ગજબની બાઈક ચોર ગેંગ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સામે 21 ગુનાના ભેદ કબૂલ્યા


રાજ્યભરમાં આયુર્વેદીકની કુલ 31 કોલેજો 2202 બેઠકો આવેલી છે, જેમાં 7 સરકારી જ્યારે બાકીની 24 ખાનગી કોલેજો આવેલી છે.. સરકારી કોલેજોમાં કુલ 582 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવે છે જ્યારે ખાનગી કોલેજોમાં 1620 બેઠકો આવેલી છે.. ખાનગી કોલેજોમાં 3 લાખથી લઈ જુદી જુદી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 5 લાખ સુધી ફી ભરવાની રહે છે..


હોમીઓપેથીક કોલેજોમાં પ્રવેશ માટેની સ્થિતિ :
રાજ્યમાં મેડીકલની કુલ બેઠક : 3610
ઓલ ઇન્ડિયા ક્વોટામાં કુલ બેઠક : 523
રાજ્યમાં કુલ સરકારી બેઠક : 2341
મેનેજમેન્ટ ક્વોટાની કુલ બેઠક : 299
NRI કવોટાની કુલ બેઠકો : 447


અકસ્માત કરનાર આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું-અમારા જેવી ભૂલ તમે ન કરતા, ટ્રાફિક નિયમો પાળો


રાજ્યભરમાં કુલ 36 હોમીઓપેથીક કોલેજો આવેલી છે.. જેમાં 5 સરકારી અને 31 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે.. રાજ્યની જુદી જુદી સરકારી કોલેજોમાં 625 બેઠકો આવેલી છે, જ્યારે 2925 જેટલી બેઠકો ખાનગી કોલેજોમાં આવેલી છે.. ખાનગી કોલેજોમાં ફીની શરૂઆત 1 લાખ રૂપિયાથી લઈ મેનેજમેન્ટ ક્વોટામાં 1.75 લાખ સુધી જઈ પહોંચે છે...    


ચાલુ વર્ષે નીટની પરીક્ષા બાદ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદીકમાં પ્રવેશ માટે 2 નવેમ્બરથી ઓનલાઈન પીન વિતરણ એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડરગ્રેજ્યુએટ & પોસ્ટગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શરુ કરાયું હતું. પીન વિતરણ બાદ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી 11 નવેમ્બરે પૂર્ણ થઈ હતી.. સત્તાવાર આંકડાઓ મુજબ પ્રવેશ માટે કુલ 24,538 વિદ્યાર્થીઓએ પીન ખરીદી હતી, જેમાંથી અંતિમ દિવસ સુધીમાં કુલ 24,143 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.. ત્યારબાદ 22,978 વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરાવી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube