અકસ્માત કરનાર આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું-અમારા જેવી ભૂલ તમે ન કરતા, ટ્રાફિક નિયમો પાળો

અકસ્માત કરનાર આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું-અમારા જેવી ભૂલ તમે ન કરતા, ટ્રાફિક નિયમો પાળો
  • નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે.
  • કાર્યક્રમમાં અકસ્માત મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ સાથે અકસ્માત કરનાર આરોપીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા  

ઉદય રંજન/અમદાવાદ :નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં માર્ગ અકસ્માત (accident) માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે જ તેમના સ્વજનો તેઓને યાદ કરે છે. આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ તેમજ ATCC દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : કેનેડાથી આવેલ પુત્ર માતાનો મૃતદેહ લેવા ગયો ત્યારે ખબર પડી કે વીએસ હોસ્પિટલમાં છે જ નહિ!!! 

કાર્યક્રમમાં અકસ્માત મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ સાથે અકસ્માત કરનાર આરોપીઓને પણ હાજર રાખી પોતાનાથી થયેલી ભૂલનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં અકસ્માત કરનાર આરોપીઓએ જણાવ્યું હતું કે, ચાલુ વાહને ફોન પર વાત તેમજ મેસેજ કરવાથી ગાડી પરનો કાબૂ ગુમાવતા તેમનાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી કોઈએ જીવ ગુમાવ્યા છે તેનું અમને દુઃખ છે. અમારાથી થયેલી ભૂલ બીજાથી ન થાય તે માટે ટ્રાફિક નિયમ પાળવાની અમે અપીલ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં દર ચાર મિનિટે અકસ્માતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. જેમાં અમદાવાદ શહેરમાં દર વર્ષે 400થી વધુ લોકો મોતને ભેટે છે. શહેર ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વાહન ચલાવનાર ડ્રાઈવરની બેદરકારી, ઓવરસ્પીડ અને સ્ટોપ લાઇન ભંગના કારણે જીવલેણ અકસ્માતમાં વાહનચાલકના મોત નિપજે છે. માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે, આવતીકાલ નવા વર્ષથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. 

અકસ્માતના વાર્ષિક આંડકા પર નજર કરીએ તો આ મુજબ છે.... 

વર્ષ 2020 આજ દિન સુધી 

  • અકસ્માતમા 264 ના મૃત્યુ
  • અકસ્માતમા  342 ને ગંભીર ઇજા
  • અકસ્માતમા 232 લોકોને સામાન્ય ઇજા 

આ પણ વાંચો : દિવાળીએ ભાણીને યાદ આવ્યા મામા સુશાંતસિંહ, લખી રડાવી દે તેવી ભાવુક પોસ્ટ 

વર્ષ 2019 ના આંકડા

  • અકસ્માતમાં 351 ના મૃત્યુ 
  • અકસ્માતમાં 457 ને ગંભીર ઇજા 
  • અકસ્માતમા 379 ને સામાન્ય ઇજા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news