સી પ્લેનના ટિકીટ ઘટાડા વિશે સ્પાઈસ જેટના CMDએ કહી મોટી વાત
- અજય સિંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી.
ઝી મીડિયા/બ્યૂરો :આજથી દેશવાસીઓને પ્રથમ સીપ્લેન સેવા મળી ગઈ છે. વિધિવત રીતે પીએમ મોદી (narendra modi) દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે દેશમાં ચારેતરફ સી પ્લેનની ચર્ચા છે. સૌ કોઈ સી પ્લેનમાં મુસાફરી કરવા માટે તત્પર છે. આવામા સી પ્લેન (sea plane) માં સફર કરવા માટે ઈન્ક્વાયરી પણ વધી ગઈ છે. અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટિકીટ માટે ઈન્ક્વાયરી કરી છે તેવુ સ્પાઈસ જેટના સીએમડી અજય સિંગે જણાવ્યું છે. ત્યારે આ પ્રતિસાદ બહુ જ સારો કહેવાય. તો બીજી તરફ કેવડિયાથી સુરતના રુટની સી પ્લેનની સફરની વિચારણા પણ ચાલી રહી છે તેવુ તેઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો : ક્ષમતા હોવા છતાં સરદાર પટેલ પ્રધાનમંત્રી ન બની શક્યા, જેની પાછળ છુપાઈ છે નાની-મોટી કહાની
આગામી સમયમાં ટિકીટના પણ ભાવ ઘટશે
અજય સિંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી છે. 30 થી 40 ટકા ટીકીટ ઉડાન હેઠળ આપવામાં આવશે. હાલમાં દૈનિક 4 ટ્રીપ રહેશે. બાદમાં 8 ટ્રીપ કરવામાં આવશે. ટુરિઝમ ક્ષેત્રે ખુબ મોટી શરૂઆત સી-પ્લેન સાથે થઇ છે. આગામી સમયે કેવડિયાથી સુરત સી પ્લેન સેવા શરુ કરાશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સૂચનો મુજબ અન્ય જગ્યાથી પણ સીપ્લેન શરુ થશે. શરૂઆતમાં બે અમદાવદ અને બે કેવડિયાથી સીપ્લેન ઉડાન ભરશે. થોડા દિવસો બાદ બંને તરફથી ચાર ચાર ઉડાન શરૂ થશે. હાલ સીપ્લેન માટે ખુબ મોટા પ્રમાણમાં બુકિંગ આવી રહ્યા છે. 1500 થી વધુ લોકોએ બુકીંગ માટે રસ દાખવ્યો છે. આમ તો, સી પ્લેન સેવા મોંઘી હોય છે, પરંતુ આગામી સમયમાં તેને વધુ સસ્તી બનાવવામાં આવશે.
આ પણ વાંચો : નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત
કુલ સીટની 40 થી 50 ટકા
બેઠકો સસ્તી રહેશે. તમામ ટિકિટો 1500 રૂપિયામાં નહિ હોય, 40 ટકાથી વધુ ટિકિટોના ભાવ વધારે હશે. સુરતમાં પણ શરૂ કરાશે સી પ્લેન સેવા તો બીજી તરફ, એવિયેશન મિનિસ્ટર હરદીપસિંહ પૂરીએ જણાવ્યું કે, સી પ્લેન માટે ગુજરાત સરકાર અને લોકોને શુભકામનાઓ. અહીં ખૂબ જ જલ્દી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. હાલ દિવસમાં 4 વાર સી-પ્લેન ઉડશે. આગામી સમયે તેમાં વધારો કરાશે. આ ખૂબ નાની શરૂઆત છે, આગામી સમયે વધારે મોટા આયામો સર કરાશે. આગામી સમયે સુરત સહિતના સેન્ટર પરથી સેવાની શરૂઆત કરાશે. સરકારની ઉડાન સ્કીમ હેઠળ નવા શહેરોને આવરી લેવાશે. જેનો પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો : સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’