નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત

Updated By: Oct 31, 2020, 02:38 PM IST
નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત
  • કેવડિયાથી સી પ્લેન લઈને નીકળ્યા પીએમ મોદી, 50 મિનીટમાં અમદાવાદ પહોચ્યા 
  • જેની કલ્પના કોઈ ભારતવાસીએ કરી ન હતી, તે વિચાર આજે સાકાર થયો છે  

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતની સી પ્લેનની ભેટ મળી છે. જેનો પ્રારંભ પીએમ મોદીએ કેવડિયાથી કરાવ્યો છે. તેઓએ કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું છે અને તેના બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા સી પ્લેન (sea plane) નો પ્રારંભ કરાવ્યો છે. તેઓએ કેવડિયાથી અમદાવાદ આવવા ઉડાન ભરી છે. સી પ્લેનમાં પ્રવેશતા પહેલા ક્રુ મેમ્બર દ્વારા તેમની સુરક્ષાની તમામ માહિતી આપવામાં આવી હતી. સ્કૂબા ડાઈવર અને ફાયર બિગ્રેડનો સ્ટાફ એરોડ્રોમની આસપાસ તૈનાત કરી દેવાયો હતો. પીએમ મોદી સાથે કેટલાક અધિકારીઓ સી પ્લેનમાં બેસીને અમદાવાદ આવવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીએમ મોદીએ સી પ્લેનમા અમદાવાદથી કેવડિયાની સફર કરી હતી. ત્યારે આ સી પ્લેન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. કેવડિયા ખાતે તળાવ નંબર 3 થી સી પ્લેનએ ઉડાન  ભરી હતી, જેના પ્રથમ મુસાફર પીએમ મોદી બન્યા હતા. 

50 મિનીટમા કેવડિયાથી અમદાવાદ પહોંચ્યું સી પ્લેન
કેવડિયાથી પીએમ મોદીને નીકળેલું સી પ્લેન 50 મિનીટમા અમદાવાદ પહોંચ્યું હતું. નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલુ સી પ્લેન સાબરમતી નદીમાં લેન્ડ થયું હતુ. પ્રથમ મુસાફરીમાં સી પ્લેને 50 મિનીટ લીધા હતા. ત્યારે સી પ્લેનમાંથી ઉતરીને પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. રિવરફ્રન્ટની આસપાસ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદી અને દેશના પ્રથમ સી પ્લેનને નિહાળવા ઉભા હતા. સી પ્લેન લેન્ડ થતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ સાથે સી પ્લેનને પીએમ મોદીએ દેશને સમર્પિત કર્યું હતું. 

નર્મદા નદી પરથી ટેકઓફ થયું દેશનુ પ્રથમ સી પ્લેન, પ્રથમ મુસાફર બન્યા પીએમ મોદી

સી પ્લેન વિશે જાણવા જેવું....

  • ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂઝિવ વન-વે ફેર રૂ. 1500/-થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે.  
  • અમદાવાદથી કેવડિયાની દિવસની ચાર ટ્રિપ રહેશે 
  • એક સી પ્લેનમાં 14 મુસાફરો અને 5 ક્રુ મેમ્બર્સ રહેશે 
  • 220 કિલોમીટરની મુસાફરી માત્ર 465 મિનીટમા પૂરી કરી શકાશે 
  •  સાંજે 6 વાગ્યા પછી સી પ્લેન ઉડાન નહિ ભરે 

બર્ડ હીટ અટકાવવા બર્ડ સ્કેનર ગન મૂકાઈ 
સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર સૌથી મોટી સમસ્યા પક્ષીઓ બની રહેવાના છે. આજથી જે સી પ્લેન સુવિધા શરૂ થવા જઈ રહી છે, તેમાં પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવુ પડશે, નહિ તો બર્ડ હિટની ઘટના બની શકે છે. બર્ડ હિટને અટકાવવા માટે રિવર ફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેનર ગન રાખવામાં આવી છે. સી પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે આ ગન દ્વારા પક્ષીઓને ભગાવાવમાં આવશે.