સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’

Updated By: Oct 31, 2020, 12:33 PM IST
સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’
  • તેઓએ સિવિલ સર્વિસની નવી બેચને કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં તમે છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેષ છે

ઝી મીડિયા/બ્યૂરો :કેવડિયામાં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેના બાદ પીએમ મોદી (narendra modi) એ સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. તેઓએ નવી બેચને કહ્યું, નવા માર્ગ, નવા લક્ષ્ય માટે ટ્રેનિંગની મોટી ભૂમિકા હોય છે. સ્કીલ સેટના ડેવલપમેન્ટ હોય છે. પહેલા તેના પર બહુ જોર થતુ ન હતું. મારા માટે નવીનતાનો મતલબ એટલે કાયાપલટ કરવી એ છે. નવા કરવાનો ઈરાદો રાખો છો તો તમારી વાતમાંથી નવી આશાનો સંચાર થાય છે. ગત વર્ષે આજના દિવસે તમારા પહેલાવાળા ઓફિસરની ટ્રેનિંગમાં તેમની સાથે વાત થઈ હતી. ત્યારે નક્કી થયું હતું કે દર વર્ષે આ જ દિવસે આપણે મળીશું અને સાથે રહીને ચિંતનમનન કરીશું. આ વખતે તમે મસૂરીમાં છો, અને વરચ્યુઅલ રીતે જોડાયેલા છે. તમને અપીલ છે કે, કોરોનાનો પ્રભાવ ઓછો થાય તો નવી બેચ માટે કેવડિયામાં કેમ્પ યોજીશું. 

તેઓએ સિવિલ સર્વિસની નવી બેચને કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં તમે છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેશ છે. તમારી બેચ કામ કરવાની શરૂઆત કરશે, ફિલ્ડમા જશો તો તમે ભારત પોતાની સ્વતંત્રતાના 50મા વર્ષમાં કામ કરતા હશો. આ એક મોટું માઈલસ્ટોન છે. તમે જ એ ઓફિસર્સ છો, આજે રૂમમાં જઈને ડાયરીમા લખી લો કે, તમે જ એ ઓફિસર છો, જ્યા ભારત પોતાના સ્વતંત્રતાના 100 વર્ષ ઉજવશે તે પણ તમે જોઈ શકશો. 50 થી 100 વર્ષની સફર ભારત માટે મહત્વની બની રહેશે. તમે આ 25 વર્ષોમાં મહત્વના પ્રશાસનીક વ્યવસ્થાનો ભાગ બની રહેશો. આગામી 25 વર્ષમાં રક્ષા, સુરક્ષા, ગરીબ અને ખેડૂતોનો કલ્યાલ, મહિલા નવયુવાનોનું હિત, વૈશ્વિકસ્તર પર ભારતનુ સ્થાન એ બધુ જ તમારા પર નિર્ભર છે. અમારામાંથી અનેક લોકો તમારી વચ્ચે નહિ રહીએ, પણ તમે રહેશો અને તમારા સંક્લપો અને તેની સિદ્ધી રહેશે.