મુસાફરો આ ધ્યાનમાં રાખજો, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ રુટની બસો બંધ કરાઈ
Gujarat Weather Forecast : ભારે વરસાદને કારણે સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ
ST Bus Route Cancel : ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આવામાં રાજ્યમાં ભારે વરસાદના કારણે એસ ટી સેવા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રુટ પરની એસટી બસો કેન્સલ કરાઈ છે. આ ઉપરાંત કેટલાક રસ્તાઓ પણ બંધ છે.
સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ
હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ છે. જુનાગઢ, માળિયાહાટીની, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ, તલાલામા ભારે વરસાદ છે. ચારેતરફ પાણી ભરાયા છે. જેથી સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ છે.
અંબાલાલ પટેલની 7 દિવસની આગાહી : આ મેઘતાંડવ હવે અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું
કેનેડામાં થયેલા લવ મેરેજથી મહેસાણામાં થઈ મોટી બબાલ, યુવતીએ વીડિયોમાં કરી વિનંતી
મેઘરાજાનો માતાજી પર જળાભિષેક : ભાવનગરનું પ્રાચીન પોહરીઆઈ મંદિર પાણીમાં ડૂબ્યું