ઝી મીડિયા/બ્યૂરો :અનલોક 1માં રાજ્યમાં અનેક સેવાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂરી પાલન થાય તે રીતે એસટી બસો શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આવતીકાલે 1 જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, આ અગાઉ 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા 1 જનથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.


આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ તથા સુરત જિલ્લા ખાતેથી થનાર સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ 50 ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તારમાંથી થનાર સંચાલનમાં કુલ બેઠક ક્ષમતાના મહત્તમ ૬૦ ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તે મુજબ મુસાફરો ની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે.


રાજ્ય સરકાર તરફથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમદાવાદના ગીતામંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહિ. હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે નીચે મુજબ છે. 


આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજ ખોલી દેવાશે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે 


  • સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર

  • દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર

  • ઉત્તર ગુજરાત તરફ જવા માટે    રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર

  • મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે


કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ. 


બસના મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે જરૂરી છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટિકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે. 


સોમવારથી અમદાવાદમાં AMTS- BRTS દોડશે, લિમિટેડ રુટ પર સવારે 7થી સાંજે 7 સુધી જશે 


દરેક બસ ટ્રીપ પૂર્ણ થયા પછી બસ સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે. ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને વગરના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ અપાઈ છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે. 


બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બોર્ડિંગ અને ડિ-બોર્ડીગ કરાવવામાં આવશે. મુસાફરો દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટેની બાબત, તમામ બસ સ્ટેન્ડ/કંટ્રોલ પોઈન્ટ પર પબ્લીશ કરી અને જાહેર જનતાને અપીલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. નિગમના સંચાલકીય સ્ટાફ માટે સલામતીની પુરતી અને પર્યાપ્ત કાળજી લેવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર