whatsapp થી ગુજરાતમાં લેવાશે ધોરણ 3 થી 12ની ઓનલાઈન પરીક્ષા
- વોટ્સએપના માધ્યમથી લેવાનારી પરીક્ષાનો ફાયદો એ છે કે, તેમાં વિદ્યાર્થીને ઝડપી પરિણામ મળશે
- વિદ્યાર્થીની ખરાઈ થાય ત્યારબાદ જ વિદ્યાર્થી વોટ્સએપ (whatsapp) પર પરીક્ષા આપી શકશે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાકાળમાં શિક્ષણની રીત બદલાઈ ગઈ છે. પહેલીવાર બાળકો ઓનલાઈન (online study) ભણી રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરાઈ છે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 23 જાન્યુઆરીથી Whatsapp બેઇઝડ પરીક્ષા (online exam) લેવાશે. તો ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓની 30 જાન્યુઆરીથી વોટ્સએપ બેઇઝડ પરીક્ષા લેવાશે. તો સાથે જ વિદ્યાર્થીઓની વોટ્સએપ બેઇઝડ લેવાની શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. આ માટે શિક્ષણ વિભાગ તરફથી વોટ્સએપ બેઇડ્સ પરીક્ષા લેવા માટે નંબર પણ જાહેર કરાયો છે. 8595524523 નંબર પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજિસ્ટ્રેશન કરાવવા વિદ્યાર્થીઓએ 8595524523 નંબર પર HELLO લખીને મેસેજ મોકલવાનો રહેશે. હેલો લખીને મેસેજ મોકલ્યા બાદ સામેથી રિપ્લાય આવશે, જેમાં વિદ્યાર્થીએ સ્કૂલનો યુ ડાયસ કોડ લખવાનો રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની વિગતો શેર કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની ખરાઈ કરાશે. એકવાર વિદ્યાર્થીની ખરાઈ થાય ત્યારબાદ જ વિદ્યાર્થી વોટ્સએપ (whatsapp) પર પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો : વ્હાલા રાજકોટને સીએમ રૂપાણીની 489 કરોડની ભેટ
વોટ્સએપના માધ્યમથી લેવાનારી પરીક્ષાનો ફાયદો એ છે કે, તેમાં વિદ્યાર્થીને ઝડપી પરિણામ મળશે. એક ઘરમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ હશે તો તેઓ પણ નોંધણી કરાવી શકશે. આ મલ્ટી યુઝર તરીકે કામ કરશે. વોટ્સએપ બેઇઝડ પરીક્ષામાં 10 પ્રશ્ન પૂછાશે, જેમાંથી એક સ્ક્રીન પર દેખાશે તમામના 4 ઓપ્શન આપવામાં આવશે. 23 જાન્યુઆરી બાદ દર અઠવાડિયે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્કૂલમાં જઈ રહ્યાં છે. ત્યારે કેશોદમાં 11 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતાં વાલીઓમાં ચિંતાઓ થઈ રહી છે. આ દરમિયાન શિક્ષણ વિભાગ અને સરકારમાં પણ હવે ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવા માટે ગંભીર વિચારણાઓ થઈ રહી છે.