અતૃલ તિવારી, અમદાવાદ: હાટકેશ્વર પોલીસ ચોકી નજીક આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય સિદ્ધેશ સાવંત નામના વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યામાં નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના પિતા હેમંત સાવંતે તેમના બાળકે ગળે ફાંસો ખાઇને કરેલી આત્મહત્યા પાછળ સેન્ટ જોસેફ સ્કૂલને જવાબદાર ઠેરાવ્યો છે. સિદ્ધેશના પિતા દ્વારા શાળા પર કરાયેલા આરોપોને હાલ તો શાળાના પ્રિન્સીપાલ દ્વારા પાયાવિહોણા હોવાનો દાવો કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમદાવાદ: વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ મચાવ્યો હોબાળો


સેન્ટ જોસેફ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા સિદ્ધેશ સાવંતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરતા વિદ્યાર્થીના પિતા હેમંત સાવંતે જણાવ્યું હતું કે, તેમનો બાળક સેન્ટ જોસેફ શાળામાં આભ્યાસ કરતો હતો. શાળા દ્વારા 30 માર્કની પરીક્ષા લેવાઇ રહી હતી. ત્યારે પરીક્ષાખંડમાં ઉપસ્થિત શિક્ષિકા સ્નેહલબેન દ્વારા તેને સાહિત્યમાંથી કોપી કરતો હોવાના આરોપ સાથે પકડીને તનું પેપર ફાડી નાખવામાં આવ્યું હતું. સાથે જ ક્લાસની બહાર કાઢી દેવાયો હતો. પેપર આપવા ન દેવાતા બાળકને માઠું લાગતા આત્મહત્યા કર્યા હોવાનું કહી શાળા પર આક્ષેપ કર્યો હતો.


વધુમાં વાંચો: વડોદરાની PF ઓફિસમાં CBIનો સપાટો, અધિકારી 5 લાખની લાંચ લેતાં ઝડપાયો


[[{"fid":"198958","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ સાથે તેના ક્લાસમાં ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીએ કહ્યું હતું કે શિક્ષિકા સ્નેહલતા ભટ્ટ દ્વારા પરીક્ષા દરમિયાન આત્મહત્યા કરનાર સિદ્ધેશ અને અન્ય એક વિદ્યાર્થીને કોપી કરતા ઝડપી બહાર કાઢવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સીપાલ દ્વારા પેપર ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આત્મહત્યા કરનાર સિદ્ધેશને પરીક્ષા આપવા દેવાઇ ન હતી. પરંતુ અન્ય વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાઇ હતી. સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સીપાલ નોરીન જોસેફ અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી સિદ્ધેશ સાવંતને કોપી કરતા પકડનાર શિક્ષિકા સ્નેહલતા ભટ્ટ દ્વારા હેમંત સાવંતે કરેલા આરોપોને નિરાધાર ગણાવ્યા હતા.


વધુમાં વાંચો: ‘બાપ રે’ ફિલ્મ પરથી હટ્યો સ્ટે, હવે મોટા અક્ષરે રિલીઝ થશે ‘હવે થશે બાપ રે’


સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સીપાલ નોરીન જોસેફે જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર બાળક ભણવામાં હોશિયાર હતો. પરંતુ આ પહેલા પણ પરીક્ષામાં કોપી કરતા ઝડપાઇ ચુક્યો છે. સાથે જે બાળક પરીક્ષામાં ચોરી કરે તો તેને રોકવો એ શાળાની ફરજ છે. તેમના અને શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ચોરી કરતા પકડ્યા બાદ પણ તેને મારવામાં નથી આવ્યો તેની સાથે ઝડપાયેલા અન્ય વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાઇ છે. પરંતુ આત્મહત્યા કરનાર સિદ્ધેશ અચાનક જ સ્કૂલથી ચાલ્યો ગયો હતો, જેને કારણે તેને પરીક્ષામાં ફરી તેઓ બેસાડી શક્યા ન હતા.


વધુમાં વાંચો: અમદાવાદ: ગુમ થયેલા યુવાનની કરાઇ હત્યા, પરિવાર ન કરી શક્યો અંતિમ સંસ્કાર


બાળકો શાળામાં ખુશીથી અભ્યાસ કરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ધોરણ 9માં અભ્યાસ કરતો સિદ્ધેશ સ્કૂલમાં કોપી કરતા ઝડપાયા બાદ ઘરે પહોંચીને આત્મહત્યા કરી લેશે કદાચ તેનો અંદાજો ઘરે હાજર રહેલી તેની માતેને પણ નહીં હોય. સિદ્ધેશે આત્મહત્યા કેમ કરી તેની હાલ તો ખોખરા પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ પોલીસની તપાસ પૂર્ણ થઇ જાય તો પણ સિદ્ધેશ દ્વારા ભરવામાં આવેલું આખરી પગલું તેના માતા-પિતા અને નાની બહેન માટે ખુબ જ આઘાતજનક સ્થિતિ સર્જી છે જેની ખોટ પુરાવી અસંભવ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...