હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને કૈ. કૈલાસનાથન હાજર છે. ત્યારે મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાંતોની ધારણા છે કે, ત્રીજો વેવ આવશે. ત્રીજા વેવનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઓક્સિજનથી માંડીને હોસ્પિટલ સુધીની ચિંતા રાજ્ય સરકારને છે. ત્રીજા વેવ સંદર્ભે એક્શન પ્લાન રાજ્ય સરકાર જાહેર કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજો વેવ ન આવે પણ આવે તો સરકાર તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય કમિશનરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજૂ કરતા જણાવ્યું હતું કે, કોરોનાના ત્રીજા વેવની સૂચના મળતા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તજજ્ઞાની ટીમ બનાવવામાં આવી છે. ત્રીજા વેવમાં મ્યૂટેન પર નરજ રાખવામાં આવશે. ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે. નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે. વેન્ટિલેટર, ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે.


આ પણ વાંચો:- મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ


આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, બેડની અવેલીબિટીની માહિત સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે. ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી, હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી, સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી, જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો. ICU માં 15000 બેડ હતા તેમાં વધારો કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.


આરોગ્ય કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે. ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ આપશે. દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરવામાં આવશે. રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે. દરેક એમ્બ્યુલન્સ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે.


આ પણ વાંચો:- રાજકોટ: ખોડીયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે પોલીસ કરી શકે છે નવા ખુલાસા


લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે. દરેક જિલ્લામાં નાના સેન્ટરોમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સીનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે.


ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે. સેકન્ડ વેવમાં 108 અને 104 ની સેવા મહત્વની રહી છે. 108 ઇમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ગુજરાતમાં દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું રાજ્ય છે. મ્યુકરમાઈકોસિસ માટે મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે.


આ પણ વાંચો:- હવામાન વૈજ્ઞાનિકએ કહ્યું હાલ અમદાવાદમાં નહી પડે, અહીં સામાન્ય વરસાદની શક્યતા


આરોગ્ય મંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે, પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં જાણકાર તજજ્ઞોની મદદ દેવામાં આવી છે. ત્રીજો વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટે તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલા રાજ્ય છે. અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માચે તૈયારી કરતા હતા.


પરંતુ સંભવિત વેવ કેટલો આવશે તે માટે કોઈ ચોક્કસ આંકડો નથી. સંભવિત સંખ્યા પૂરેપૂરી આવે તો એની સામે કેટલી જરૂરીયાત છે તે માટે સીએમ ડેસ્ક સાથે સંકળાઈને જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે તેવું આયોજન કરવામાં આવશે. દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરવામાં આવશે.


આ પણ વાંચો:- અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત, 182 સીટો પર ઉભા રાખશે ઉમેદવારો


ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરુ કરી દેવામા આવ્યું છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી 108 ને સોંપી દેવામાં આવી છે. દર્દીઓના સગાઓ ઓનલાઈન જોઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે. દરેક દર્દીને ઘરની નજીકમાં જ પથારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube