Rajkot: ખોડીયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે પોલીસ કરી શકે છે નવા ખુલાસા
Trending Photos
ગૌવર દવે/ રાજકોટ: રાજકોટના કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં જવાબદાર આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ મામલે પોલીસે વધુ બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. મંદિરના ટ્રસ્ટી રક્ષિત કલોલા અને ડેથ સર્ટીફિકેટ આપનાર ડો.નિલેશ નિમાવત વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત મામલે પોલીસ નવા ખુલાસા કરી શકે છે.
જો કે, મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસ મામલે ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મિણાએ પત્રકાર પરિષદ યોજી હતી. ડીસીપી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, ખોડીયારધામ આશ્રમના ટ્રસ્ટી, વકીલ રક્ષિત કલોલાને આપઘાત અંગેની સ્યુસાઈટ નોટની જાણ હતી. કથિત વીડિયોમાં દેખાતી યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. યુવતીએ નિવેદનમાં કહ્યું 'ફિઝિકલ રિલેશન નહોતા'. વીડિયો શૂટ થઈ રહ્યો છે તે યુવતીઓ જાણતી હતી.
ત્યારે કાગદડી ખોડીયાધામ આશ્રમના મહંતના આપઘાત મામલે ગુજરાત અખિલ સંત સમિતિના સંતો મેદાનમાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદન આપી તટસ્થ તપાસની માંગ કરી છે. મહામંડલેશ્વર ધર્મચાર્ય અખિલેશ્વરદાસ મહારાજ સહિત સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરૂની કલમ 120 બી અને તપાસમાં પુરાવા મળ્યે હત્યાની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી છે.
જો કે, આ મામલે મહંત જયરામદાસ બાપુનો કથિત વીડિયોને લઇને બ્લેકમેઇલિંગ કરવામાં આવતું હવોથી આપઘાત કર્યો હોવાની સ્યુસાઈડ નોટ પણ પોલીસે કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, આ આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી રહી છે. ડો. નિમાવતના કહેવાથી ડો.કારેલીયાએ મહંતનું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
પોલીસે ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ કબજે કર્યું છે અને સાથે જ કથિત વીડિયોમાં દેખાતી બે યુવતીઓ પૈકી એક યુવતીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. હાલ રાજકોટ પોલીસ બીજી યુવતીની શોધખોળ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસે મંદિરના ટ્રસ્ટી રક્ષિત કલોલા અને ડેથ સર્ટીફિકેટ આપનાર ડો.નિલેશ નિમાવત વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
આશ્રમ પર કબજો જમામવવા મહંત પર દબાણ કરાતું
મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મહંતે સુસાઇડનોટમાં લખ્યું હતું કે, આરોપીઓએ બે યુવતીને તેની પાસે મોકલી અલગ અલગ છ વીડિયો ઉતારી લીધા હતા તે વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હતું.
મહંતના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટના બાદ મહંતના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. આરોપીઓએ મહંતના કુલ 6 અલગ અલગ વીડિયો ઉતાર્યા હતા. વીડિયોમાં યુવતી અને મહંત રૂમમાં સાથે હતા, રૂમમાં અંધારું હતું, રૂમની બારી ખુલ્લી હતી અને બારીએથી એ વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે