હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકાર આગામી 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડોતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદારી સોપવામાં આવી છે જ્યારે ગોડાઉનની જવાબદારી જે તે વિસ્તારના જિલ્લા કલેક્ટરને સોપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, રાજ્યમાં 15 લાખ અને 50 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. 7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. રજીસ્ટર ખેડૂતોને મગફળી વેચવા માટે એસ.એમ.એસ અને ટેલિફોન દ્વારા જાણ કરવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અંતર્ગત 5090 રૂપિયાના ટેકાનાભાવે મગફળના પાકની સરકારા દ્વારા ખરીદી કરવામાં આવશે.


સજીવ ખેતીનો ઉપયોગ કરીને આ ખડૂતે કર્યો મબલખ પાક, થઇ લાખોની કમાણી


રાજ્ય સરકારનવા અન્ન નાગરિક પુરવઠા વિભાગને ટેકાના ભાવે મગફળી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એક મહિના સુધી ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે બાદ સોમવારથી શુક્રવાર સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.


જુઓ LIVE TV :