Diwali Bonus: રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ આપી દીધી છે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલની સૌથી મોટી આગાહી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. 


કોંગ્રેસ માટે વાવ બેઠક બની વટનો સવાલ! શુ કોંગ્રેસનું પુનરાવર્તન કે ભાજપનું પરિવર્તન?


યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને સાત હજારની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ બોર્ડ નિગમના વર્ગ-4 ના કર્મીઓને થશે. અંદાજે રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.


ગુજરાતભરની બધી સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ! જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા