ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ચાલતા કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ સામે GST વિભાગે લાલ આંખ કરી છે. કોચિંગ ક્લાસ ચલાવતા 15 પ્રાઈવેટ ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતા ક્લાસિસ પર GST વિભાગે દરોડા પાડ્યાં હતા. કોમ્પ્યુટર કોચીગ ક્લાસ ચલાવનારાઓ સામે GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો મળ્યા છે. અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે કરી! એસ.કે.લાંગા પ્રકરણનો રેલો એક કેબિનેટ પ્રધાનની ઓફિસ સુધી પહોંચ્યો, હવે થઈ..


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ જીએસટી વિભાગના કોમ્પ્યુટર કોચીગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 15 પ્રાઇવેટ ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતી હોવાનું સામે આવ્યું છે. જીએસટી વિભાગે આવા 15 ક્લાસીસના 31 સ્થળો પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં કોચીગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 


આણંદમાં કરોડોનું ફુલેકુ ફેરવી મહિલા વિદેશ તો ભાગી ગઈ, પણ એક ભૂલના કારણે પકડાઈ ગઈ!


મહત્વનું છે કે, સ્ટેટ જીએસટી વિભાગે 15 ક્લાસીસના 31 સ્થળો પર રેડ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફીના રોકડ રૂપિયા લઇ તેનો વેરો ભરવામાં આવતો નહોવાની વાત પણ સામે આવી છે. આ સાથે જ જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો પણ મળ્યા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પાલિતાણામાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં મળી મોટી જીત, HCની એન્ટ્રીથી કોંગ્રેસ ગેલમાં!