પાલિતાણામાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં મળી મોટી જીત, હાઈકોર્ટની એન્ટ્રીથી કોંગ્રેસ ગેલમાં

અગાઉ પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવારને રાહત આપી છે.

પાલિતાણામાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં મળી મોટી જીત, હાઈકોર્ટની એન્ટ્રીથી કોંગ્રેસ ગેલમાં

ઝી બ્યુરો/ગાંધીનગર: હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવારને રાહત આપી છે.

પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ફોર્મ રદ્દ થતા ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયા હાઇકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકોર્ટે ચૂંટણી અધિકારીને આદેશ કર્યો હતો કે પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ઉભા રહેલા કોંગ્રેસ ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મ મંજુર કરો. ફોર્મમાં કોઈ ખામી ન હોવાની ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નોંધ લીધી હતી. 

તમને જણાવી દઈએ કે કોગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મમાં રદ્દ થતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. 6 ઓગસ્ટે પાલીતાણા નગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે.  

ઉલ્લેખનીય છે કે, પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાના અહેવાલ સામે આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસ ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. ઓમદેવસિંહ સરવૈયાને અગાઉ કોઈ કેસમાં સજા હોવાના મુદ્દાને આધારે ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે ઉમેદવારે જણાવ્યું હતું કે કોર્ટના તમામ જજમેન્ટ જોડ્યા હતા, પરંતુ તંત્ર પર ભાજપે દબાણ પૂર્વક પ્રેશર કર્યા હોવાનો કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ભાજપના પ્રેશરના કારણે જ મારું ફોર્મ રદ થયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કદાવર નેતાનું ફોર્મ રદ થતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ હાઇકોર્ટનું શરણ લીધું હતું. હવે પછી શું થશે તે હવે જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news