ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને સુરક્ષા સહિતની વિવિધ યોજનાઓના લાભો ઘરઆંગણે પૂરા પાડવા માટે ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યુ છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. દેશના તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ એપ્લીકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લીકેશને પ્રથમ ક્રમે હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ઓનલાઇન સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ કેન્દ્રીય ગુહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીના હસ્તે એનાયત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે ગુજરાત સરકારની દિર્ઘદષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરિણામે આ સફળતા મળી છે. રાજ્યના નાગરિકોને સુદ્રઢ સલામતી અને વિવિધ જનહિતલક્ષી યોજનાઓના લાભો ઇ-ગુજકોપના સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે પોલીસની અનેક સેવાઓ નાગરિકોને ઘેર બેઠા ઓનલાઇન આપવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઇ.આર.ની કોપી, ગુમ થયેલ વ્યક્તિની માહિતી, બિન વારસી લાશની માહિતી, ભાડુઆત, ઘરઘાટી, સિનીયર સીટીઝનની નોંધણી, નાગરિકોના વાંધા પ્રમાણપત્ર, પોલીસ વેરીફિકેશનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. 


આ પણ વાંચોઃ MBBSના ઈન્ટર્ન તબીબોએ હડતાળ સમેટી, રાજ્ય સરકારે માંગણી સ્વીકારવાની બાંહેધરી આપી


આ કોન્ફરન્સમાં પોલીસ મહાનિરીક્ષક એસ.સી.આર.બી. દ્વારા ઇ-ગુજકોપની વિવિધ વિગતો આપવામાં આવી હતી. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ ૭૨૫ પોલીસ સ્ટેશન અને અન્ય ૧૩૪૮ પોલીસ કચેરીઓ ખાતે હાલ કાર્યરત છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન ખાતે કોમ્યુટર, પ્રિન્ટર અને કનેક્ટીવીટી ફાળવવામાં આવી છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજયમાં નોંધાતી તમામ FIR ૨૪ કલાકમાં ઓનલાઇન અપલોડ થાય છે. વડાપ્રધાન કચેરી દ્વારા તમામ રાજ્ય/કેન્દ્ર સાશિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ. એપ્લીકેશનનું દરેક માસના અંતે પ્રગતિ ડેશબોર્ડ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે. તા. ૩૧ મે, ૨૦૧૮થી પ્રગતિ ડેશબોર્ડમાં ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯-૨૦માં ઇ-ગુજકોપના વિસ્તરીકરણ પોલીસ ચોકીઓ અને આઉટ પોસ્ટો સુધી કરવામાં આવેલ જેનાથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પણ પોલીસ ખાતાની સેવાઓનો લાભ મળી રહ્યો છે. ગુજરાત રાજય પ્રથમ રાજ્ય છે જ્યા આ એપ્લીકેશન પોલીસ ચોકી અને આઉટ પોસ્ટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. ઇ-ગુજકોપના ICJs ( Interoperable Criminal Justice System (ICIS) સાથે સંકલન કરવામાં આવેલ છે. ઇગુજકોપથી FIR અને ચાર્જશીટ US ના માધ્યમથી ઓનલાઇન કોર્ટોને મોકલવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ 'વિજય દિવસ' નિમિત્તે બાલાછડી સૈનિક શાળા ખાતે વેબિનાર તો ગાંધીનગરમાં સાઇકલ રેલી યોજવામાં આવી


ઇ-ગુજકોપના પોકેટકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ તપાસ અધિકારીઓ માટે મોબાઇલ અપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જે ગુન્હા શોધવા અને અટકાવવા ખૂબ જ મદદરૂપ નિવડી રહી છે. વાહન સર્ચ એપ્લીકેશન દ્વારા ગુજરાત પોલીસે ૫૦૦૦ ચોરાયેલ વાહનો શોધી કાઢયા છે. ગુન્હેગાર સર્ચ એપ્લીકેશન દ્વારા ૭૦૦૦થી વધુ ગુન્હેગારોને શોધીને તેઓના વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. પાસપોર્ટ વેરીફીકેશન દ્વારા નાગરિકોનું ઘરે બેઠા પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં આ એપ્લીકેશન મારફતે ૧૬,૦૦,૦૦૦ નાગરિકોનું પોલીસ વેરીફીકેશન કરાયું છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube