અમદાવાદ: પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા પોલીસના માણસો ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. ડી.જી.પી.એ કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં વડાપ્રધાન દ્વારા અપાવામાં આવેલ સુચનને ટાંકી આજરોજ પોલીસ વિભાગના ડી.જી.પી.થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનાને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે.


મહેસાણા: વિજાપુરના 19 વર્ષીય યુવકે કર્યું 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ


આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જીલ્લા અને શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે, ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનીટી પોલીસીંગ, બોર્ડર સિક્યુરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટેનું 15મી ઓગસ્ટથી શરૂ કરીને તેનું વિગતવારનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવા સુચના આપવામાં આવેલ છે. દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર માસે રાખવાની અને તેનો ડી.જી.પીને અહેવાલ જણાવવામાં આવ્યું છે. 


USAની સંસ્થા દ્વારા એશિયાની નંબર વન ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે GTUને એવોર્ડ


તેવી જ રીતે દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સુચના આપવામાં આવેલ છે. આ માટે એક Police Role Model Programme નું આયોજન કરવા જણાવવામાં આવેલ છે. જેમાં દરેક એકમમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારને Police Role Model of the Week તરીકે બીરદાવવાનો રહેશે.


મધ્ય પ્રદેશથી ગુમ થયેલી પુત્રીને શાહીબાગ પોલીસે પરિવાર સાથે કરાવ્યો ભેટો


ખાસ કરીને, દરેક પોલીસ કર્મચારીની ફીટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફીટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશનએક્સપર્ટની મદદ લેવા માટે સુચન કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકો મોટાપા ધરાવતાં હોય તેમના માટે ખાસ ફીટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા આદેશ કરવામાં આવ્યો છે.


જુઓ Live TV:-