ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી હતી. આ જાહેરસભામાં આયોજકો દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચ ઉપર તમામ મહેમાનોનું સ્વાગત કરાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલૈયાઓની સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે; આ 4 દિવસ ખુબ ભારે! શિયાળાને લઈ મોટી આગાહી


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો, મહેમાનો, કાર્યકરોનું સ્વાગત કરાયું એટલે બધાને ખબર પડી કે કોણ-કોણ આ કાર્યક્રમમાં આવ્યું છે. એટલે કે બધાને આગળ કરવા. અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે. બીજા બધાને બહુ દેખાવા નહીં દેવાના. પરંતુ અહીં મુકેશભાઈએ હું એકલો નહીં મારા કાર્યકરો, મારા સભ્યો, મારા બોલાયેલા બધા મહેમાનો, એક એક જણનું સ્વાગત કર્યું તે બદલ મુકેશભાઈને સ્ટેજ ઉપરથી અભિનંદન આપું છું. 


ટૂંકા વસ્ત્રોને લઇને અમદાવાદમાં ઉભો થયો વિવાદ; સ્થાનિકો અને PGમાં રહેતી યુવતીઓ આવી..


નીતિન પટેલે ઉમેર્યું હતું કે, મોટો માણસ ક્યારે થાય તેની પાછળ કામ કરનાર લોકોનો ટેકો હોય. ટેકો આપનારા મદદ કરનારા લોકો હોય ત્યારે હું આ કક્ષાએ પહોંચ્યો છું. તમારા જેવા હજારો હજારો લોકોએ મને મદદ કરી છે, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. ત્યારે એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા બધાની ફરજ છે. 


એક જ દિવસમાં પાણીમાં ડૂબવાથી ઢગલાબંધ મોત, ચોરવાર, ઉપલેટા અને ખેડામાં મોટી દુર્ઘટના


વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી એકત્રિત કરવામાં આવી છે. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે.


શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર, '15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્