ગોઝારો રવિવાર! એક જ દિવસમાં પાણીમાં ડૂબવાથી ઢગલાબંધ મોત, ચોરવાર, ઉપલેટા અને ખેડામાં મોટી દુર્ઘટના
એક જ દિવસમાં પાણીમાં ડૂબવાની 3 ઘટનામાં 4 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. જેમાં જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો ડૂબ્યા છે, તો રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં એક યુવકનું મોત થયું છે. ખેડામાં નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આજે એક જ દિવસમાં પાણીમાં ડૂબવાની 3 ઘટનામાં 4 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. જેમાં જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો ડૂબ્યા છે, તો રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં એક યુવકનું મોત થયું છે. જ્યારે છેલ્લે મળી રહેવા અહેવાલ પ્રમાણે, ખેડામાં નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે.
મહીસાગર નદીમાં 3 લોકો ડૂબ્યા
ખેડાના ગળતેશ્વરની મહીસાગર નદીમાં 3 લોકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે. એક વ્યક્તિનો મૃતદેહ નદીમાં બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 લોકોની હાલમાં શોધખોળ ચાલી રહી છે. નડિયાદથી 7 લોકો નાહવા માટે ગયા હતા. ધટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાની ટીમ દોડી આવી હતી.
ગળતેશ્વર મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા હોવાની ઘટનાથી ચારેબાજુ ખળભળાટ મચી જવા પામ્યો છે. નડિયાદના ત્રણ વ્યક્તિઓ મહીસાગર નદીમાં ડૂબ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર નડિયાદથી સાત વ્યક્તિઓ ગળતેશ્વર નાહવા માટે ગયા હતા. આજે રવિવારનો દિવસ હોવાથી નડિયાદથી ગળતેશ્વર નાહવા ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના જાણ થતા જ ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી એ તાત્કાલિક નડિયાદથી ફાયર બ્રિગેડની ટીમ રવાના કરી હતી. હાલ સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા એક વ્યક્તિના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ બે વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ઠાસરા તાલુકા અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે. મનીષભાઈ ભીખાભાઈ સોલંકી, પ્રકાશ સોલંકી, જૈમિન સોલંકી નામના વ્યક્તિઓ મહીસાગર નદીમાં ડૂબ્યા છે.
ચોરવાડ ખાતે બે યુવાન પાણીમાં ડૂબ્યા
બીજી બાજુ જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનોના ડૂબવાથી મોત થયા છે. તળાવમાં કમળના ફૂલ તોડવા જતાં સમયે આ દુર્ઘટના બની છે. યુવાનોના મોતથી પરિવાર શોકમગ્ન થયો છે. તળાવમાં કમળના ફૂલ તોડવા જતા આ ઘટના બનતા ગામમાં શોકની લાગ્ણી ફરી વળી છે. તળાવની અંદર રહેલા કાદવમાં ફસાઈ જતા યુવાન ડૂબ્યા છે. બંને યુવકોને બહાર કાઢી ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચોરવાડ સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોકટર દ્વારા બંને યુવાનને મૃત જાહેર કર્યા હતા. બંને યુવકના મૃત્યુને લઈને ચોરવાડ શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં યુવકનું મોત
રાજકોટમાં પણ એક મોટી દુર્ઘટના બની છે. ઉપલેટામાં નદીમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. ઉપલેટાના ગણોદ ગામે ભાદર નદીમાં ડૂબતાં યુવકનું મોત થયું છે. 38 વર્ષીય યુવક ભાદર નદીમાં માછીમારી કરી રહ્યો હતો. માછીમારી કરતા અચાનક નદીમાં પડી જતાં યુવકનું મોત થયું છે. મૃતકનો મૃતદેહ ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીમાં માછીમારી કરતાં યુવકનું મોત નીપજ્યું છે. ગણોદ ગામના પાંચાભાઇ કરવા ભાઈ પરમાર નામના 38 વર્ષીય યુવક બીજા લોકો ભાદર નદીમાં સાથે માછીમારી કરી રહ્યો હતો. માછીમારી કરતા કરતા અચાનક નીચે પડી જતા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. પીએમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે. ઉપલેટા પોલીસ કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે