રવિ અગ્રવાલ, વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધી યોજનાનો ઉત્તરપ્રદેશથી પ્રારંભ કરાવ્યો છે. ત્યારે વડોદરામાં વરણામા ખાતે રાજયકક્ષાનો કિસાન યોજનાનો કાર્યક્રમ યોજાયો. જેમાં ખેડૂતોને કિસાન સન્માન યોજનાનો લાભ અર્પણ કરાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Video: રાજકોટમાં જાહેરમાં યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ


વરણામાના ત્રિ-મંદિર ખાતે કિસાન સન્માન યોજનાનો કાર્યક્રમ યોજાયો. જેમાં વડોદરા જિલ્લાના 8 તાલુકાના હજારો ખેડૂતો હાજર રહ્યા. કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં 2 હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા સીધા જ જમા કરાવવાની જાહેરાત કરી છે જેના પગલે પ્રથમ હપ્તો 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા. વડોદરા જિલ્લામાં 1.10 લાખ ખેડૂતોની નોંધણી થઈ છે. જેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ મળશે. ખેડૂતોએ કિસાન સન્માન યોજનાથી કોઈ જ ફાયદો નહી મળે તેમ કહી યોજનાથી નારાજગી દર્શાવી.


વધુમાં વાંચો: ગોંડલના વરરાજા જાન લઇને પરણવા પહોંચ્યા, કર્યો હતો કંઇક આવો ડ્રેસઅપ


કાર્યક્રમમાં વનમંત્રી ગણપત વસાવા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના અઘ્યક્ષ ઈશ્વર ભાવસાર, સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા. ગણપત વસાવાએ યોજના વિશે ખેડૂતોને માહિતી આપી અને કહ્યું કે ખેડૂતોની આવક કિસાન સન્માન યોજનાથી ડબલ થઈ જશે સાથે જ ખેડૂતોના દેવામાફી કરતા પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના છે. જેમાં દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા આવી જશે.


વધુમાં વાંચો: રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા


મહત્વની વાત છે કે, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂતો કિસાન સન્માન યોજનાની રકમમાં વધારો કરવામાં આવે તો જ ખરા અર્થમાં આર્થિક લાભ મળશે તેમ માની રહ્યા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...