ગાંધીનગર : ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે બોર્ડ સહિત ધોરણ 1થી 12 સહિતનાં તમામ ધોરણોની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. જો કે માસ પ્રમોશન માટે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અનુસાર હવે પરિણામ તૈયાર થઇ ચુક્યા છે. સરકાર દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આ પરિણામ કોઇ વિદ્યાર્થી નહી જોઇ શકે પરંતુ માત્ર શાળાઓ જ જોઇ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR: કોરોનાએ જીવનશૈલી બાદ વિચારસરણી પણ બદલી, ધનાઢ્ય લોકોની સરકારી શાળા તરફ દોટ


શાળાઓ પરિણામ જોયા બાદ વિદ્યાર્થીને આપી શકશે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે. સંસ્કૃત પ્રથમ ભાષા હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ 1 જુલાઇએ જાહેર થશે. તે સિવાય તમામ વિદ્યાર્થીઓનાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ફક્ત શાળાઓ જ બોર્ડની અધિકારીક વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકશે. તેવામાં સૌથી મોટો સવાલ છે કે, શાળાઓ વિદ્યાર્થીઓને કઇ રીતે પરિણામ જણાવશે. દરેકને એક પછી એક ફોન કરીને પરિણામની જાણ કરશે કે અન્ય કોઇ રીત ઉપયોગ કરશે. 


VADODARA: સત્તા તો ઠીક કોંગ્રેસને વિપક્ષના પદ માટે પણ ટળવળવું પડી રહ્યું છે, હાઇકોર્ટમાં કરી અરજી


બીજી તરફ અત્યાર સુધીનાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, બોર્ડનું પરિણામ સવારનાં બદલે રાત્રે જાહેર થઇ રહ્યું છે. અત્યાર સુધી સામાન્ય રીતે બોર્ડની વેબસાઇટ પર સવારે 9 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થતા હતા. જો કે આ પહેલીવાર છે જ્યારે રાત્રે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં  આવશે. હાલ તો સરકારનાં નિર્ણયો અંગે પણ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube