અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ટેક્સ ભરે જનતા અને લહેર કરે સરકારી બાબુઓ. શું અમદાવાદના નાગરિકોને રખડતાં ઢોરના ત્રાસથી મુક્તિ મળશે... આ સવાલ શહેરના લોકો પૂછી રહ્યા છે. ગુજરાતની સૌથી ધનવાન મહાનગર પાલિકા હજુ પણ વધારે ધનવાન બની શકે છે. જો રખડતાં ઢોરને વેચીને પૈસા કમાઈ લે તો. કેમ કે, રખડતાં ઢોરના ત્રાસથી શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નથી જ્યાં રખડતાં ઢોરનો ત્રાસ ના હોય. રસ્તા જાણે રખડતાં ઢોર માટે બનાવ્યા હોય એમ તમામ રસ્તા પર ઢોર અડિંગો જમાવીને બેસી રહે છે. ચોમાસામાં ગમે ત્યારે મોટા અકસ્માતનું જોખમ પણ રહે છે. રસ્તા પર ચાલવાનો ટેક્સ ભરે નાગરિકો અને રસ્તા પર માલિકી રખડતાં ઢોરના માલિકોની. ક્યાં સુધી મહાનગર પાલિકા રખડતાં ઢોરના માલિકોની ઓશિયાળી બનીને રહેશે... ક્યાં સુધી ઢોર ત્રાસ અંકુશ નિવારણ ખાતું હાથ પર હાથ જોડીને બેસી રહેશે... ક્યાં સુધી અમદાવાદ શહેરના રસ્તાઓ પર રખડતાં ઢોરનાં દ્રશ્યો જોવા મળશે. 


ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મહાનગર પાલિકાના બાબુઓને કોણ રખડતાં ઢોર પકડવાની કોણ ના પાડે છે. શું તેમને કોઈ નેતા ના પાડે છે. શું તેમને કોઈ રખડતા ઢોરનો માલિક ના પાડે છે. કે શું તેમને કોઈ ટ્રાફિક વિભાગ ના પાડે છે. જો આપણે રસ્તા પર થોડીવાર માટે પણ વાહન પાર્ક કરીએ તો દંડની પાવતી ફાટે છે અને ટ્રાફિક પોલીસ વાહન પણ ઉઠાવી જાય છે. પરંતુ રખડતાં ઢોર પકડવાની કેમ તેમની હિંમત નથી થતી. શું રખડતાં ઢોરના માલિકોની લાકડીથી અમદાવાદ મહાનગર પાલિકાના બાબુઓ થરથર કાંપે છે. શું રખડતાં ઢોરના માલિકોની લાકડીથી સરકારી બાબુઓ ડરે છે. શું કાયદો હવે રખડતાં ઢોરના માલિકોની લાકડીના ડરથી બુઠ્ઠો બનીને રહી જશે. ઝી 24 કલાક પૂછે છે આ સવાલ AMCના બાબુઓને પૂછી રહ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટની ફટકાર ખાધા પછી પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી. અમદાવાદના પાંજરાપોળ, વસ્ત્રાપુર, સત્તાધાર, ઘાટલોડિયા, ભીમજીપુરા, ગોરનો કૂવો અને હાટકેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ છે. ક્યારે આ ત્રાસમાંથી મળશે મુક્તિ.


વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો


ગુજરાતમાં ભારે વરસાદથી ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા છે. તો અમદાવાદના માર્ગો ખખડધજ બની ગયા છે. અમદાવાદના વસ્ત્રાલમાં 6 મહિના પહેલા જ રિંગ રોડનું કામ કરવામાં આવ્યું હતું, તે અત્યારે બિસ્માર બની ગયો છે. રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.. જૂનાગઢ-જેતપુર-સોમનાથ હાઈવે બિસ્માર બની ગયો છે. ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકો હેરાન પરેશાન છે. ટોલટેક્સ લેવાતો હોવા છતાં રોડનું કામ થતું નથી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે. વરસાદના કારણે માર્ગો પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તમામ મુખ્ય માર્ગોની હાલત ખરાબ થઈ ચૂકી છે.  રસ્તાઓ પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર અને સિંગળાજા ગામ વચ્ચે વસવા નદી ઉપર આવેલ લૉ લેવલ કોઝવે ધોવાઈને તૂટી ગયો છે. જેના પગલે મિઠિબોર, દૂણ, માલ, કોઠારા, ગદોંલાં અને ઢોરકૂવા આમ છ ગામનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.


ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....


ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે


વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો


દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?


હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ