હવે કેમ ચૂપ બેસી છે સરકાર? નીતિન પટેલ પર રખડતી ગાયે કર્યો હુમલો, ઢીંચણમાં ઈજા
સરકારને અત્યાર સુધી ગુજરાતના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક દેખાતો ન હતો. સરકાર આંખ આડા કાન કરતી રહી, અને બીજી તરફ રખડતા ઢોરોનો આતંક વધી ગયો. હવે ખુદ સરકારના નેતા જ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, શું સરકાર હવે જાગશે તેવુ નાગરિકો પૂછી રહ્યાં છે.