ગાંધીનગર: અડાલજ બાલાપીરથી ત્રિમંદિર તરફ જતા રોડ પર બહુચરાજી - પાવાગઢ રૂટની એક્સપ્રેસ બસનું ટાયર ફાટતા બસના ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા બસ ડિવાઇડર તોડીને સામેના રોડમાં ગઇ હતી. જ્યાં એક એક્ટિવાને અડફેટે લીધા બાદ રોંગસાઇડ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી પહોંચી શકે


બસ ખાડામાં એટલી વિચિત્ર રીતે ફસાઇ ગઇ હતી કે, બસમાં બેઠેલા મુસાફરો અને ડ્રાઇવરને પાછળનો કાચ તોડીને બહાર કાઢવા પડ્યાં હતા. આ અંગે અડાલજ પોલીસે બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના બાલાપીરથી ત્રિમંદિર તરફ જતા રોડ પર માણેકબા સ્કુલ નજીક ગઇકાલે બહુચરાજી પાવાગઢ એક્સપ્રેસ બસ પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. 


બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ


બસનું ટાયર ફાટતા ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસમાં બેઠેલા આશરે 36 પેસેન્જરે પોતાનો જીવ બચાવવા માટે ચીચીયારીઓ પાડી હતી. હજી તો પેસેન્જરો કાંઇ સમજે તે પહેલા જ બસ એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઇને સામેના રોડ પરના ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના વાહન ચાલકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. બસની પાછળનો કાચ તોડીને પેસેન્જરને બહાર પાડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube