AHMEDABAD: હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી પહોંચી શકે

 રાજ્યમાં તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર ગરમીએ માઝા મુકી છે. આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળે હળવો વરસાદ વડે તેવી શક્યતા છે. 
AHMEDABAD: હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી પહોંચી શકે

અમદાવાદ : રાજ્યમાં તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર ગરમીએ માઝા મુકી છે. આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળે હળવો વરસાદ વડે તેવી શક્યતા છે. 

મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયક્લોનીક સર્ક્યુલેશનની પરિસ્થિતિ છે. જેના કારણે ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગનો પલટો આવ્યો છે. આ પરિસ્થિતિના કારણે આજે ગુરૂવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

શુક્રવારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચાર પાંચ દિવ સુધી આવા વાતાવરણ બાદ ગરમીમાં ફરી વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવા માટેનો પુરવઠ્ઠો મળી રહે છે. 

આ પ્રિમોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. ત્યાર બાદ 3થી4 દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news