વડોદરામાં ફરી ચોંકાવનારી ઘટના, 11 વર્ષના વિદ્યાર્થી પર સાથી છાત્રએ કર્યો જીવલેણ હુમલો
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
વડોદરાઃ શાળામાં વિદ્યાર્થી પર હુમલો થવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની સિગ્નસ સ્કૂલમાં આ ઘટના બની છે. 11 વર્ષના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેના સાથી વિદ્યાર્થીએ ઘાતક હથિયારથી હુમલો કર્યો છે. હુમલાને કારણે છાત્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. હાલ આ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઈજા છુપાવવા માટે શાળા સંચાલકોએ વિદ્યાર્થીનો ગણવેશ બદલી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં શાળામાં વિદ્યાર્થી પરના હુમલાની આ પહેલી ઘટના નથી આ પહેલા પણ 22 જૂનના રોજ વડોદરાની ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામા આવી હતી. શાળાના બાથરૂમમાં જ દેવ તડવી નામના વિદ્યાર્થીની હત્યા કરવામા આવી હતી. અન્ય વિદ્યાર્થીએ જ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરનાર વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં તિક્ષ્ણ હથિયાર લઈને આવ્યો હતો અને આ હથિયાર વડે જ દેવ તડવીની હત્યા કરાઈ હતી. ત્યારે આજે બનેલી આ ઘટનાએ ફરી એકવાર શાળાઓની તકેદારી સામે સવાલ ઉભા કર્યા છે.