અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુલાઈમાં આયોજિત પરીક્ષાના મામલે વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પસંદ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 46 પરીક્ષા કેન્દ્રી આપવામાં આવ્યા છે. ગુજરાતી યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં 'આ' પાર્ટી બનશે હુકમનો એક્કો, જેને મળશે મત તેની જીત નિશ્ચિત


વિદ્યાર્થીઓ વેબસાઈટમાં એક્ઝામીનેશન ટેબમાં જઈ ચોઈસ ફોર એક્ઝામ સેન્ટર-કોવિડ 19 મારફતે પોતાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા કેન્દ્રની પસંદગી 14 જૂન સુધીમાં ફરજીયાત કરવાની રહેશે. વિદ્યાર્થીએ પસંદ કરેલા કેન્દ્ર પર પૂરતી સંખ્યા નહી હોય અથવા વિદ્યાર્થી પોતે પરીક્ષા કેન્દ્ર પસંદ નહી કરે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાબેતા મુજબ કરાતી વ્યવસ્થા પરીક્ષા મુજબ આપવાની રહેશે.


આ પણ વાંચો:- અમદાવાદમાં પવન સાથે વરસાદ શરૂ, લોકોને ગરમી અને બફારાથી મળી રાહત


ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં યોજનાશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 2 જુલાઈ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જૂલાઈથી શરૂ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube