આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં BTP બનશે હુકમનો એક્કો, જેને મત આપશે તેની જીત નિશ્ચિત
આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનો એક્કો બીટીપી ગણાશે. બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ના બે ધારાસભ્યો જેને મત આપશે એમના ઉમેદવારની જીત નિશ્ચિત જોવાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ બીટીપીને પોતાના સાથે લેવા માટે ભરચક પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસમાં અહેમદ પટેલ તરફથી ગૌરવ પંડયા અને પરેશ ધાનાણી બીટીપી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનો એક્કો બીટીપી ગણાશે. બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ના બે ધારાસભ્યો જેને મત આપશે એમના ઉમેદવારની જીત નિશ્ચિત જોવાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ બીટીપીને પોતાના સાથે લેવા માટે ભરચક પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસમાં અહેમદ પટેલ તરફથી ગૌરવ પંડયા અને પરેશ ધાનાણી બીટીપી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.
આ બાજુ બીજેપીનું શીર્ષ નેતૃત્વ પણ બીટીપીને પોતાના સાથે રાખવા પ્રયત્નશીલ છે. ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપી-કોંગ્રેસ સાથે છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠકો પર બીટીપી-કોંગ્રેસનું ગઠબંધન હતું. હાલ બીટીપીના જે બે ધારાસભ્યો છે તેમાં એક ડેડીયાપાડાથી મહેશભાઈ વસાવા અને બીજા ધારાસભ્ય ઝઘડીયાથી છોટુભાઈ વસાવા છે.
મધ્ય ગુજરાતના કોંગ્રેસના 7 ધારાસભ્યોને રાજસ્થાન મોકલાયા
અન્ય એક મહત્વના સમાચારમાં મધ્ય ગુજરાતના કોંગ્રેસના 7 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યાં છે. ઉમેટાના એરિસ રિસોર્ટથી રાજસ્થાનના શિરોહી શિફ્ટ કરાયા છે. 2 ધારાસભ્યો બપોર બાદ રાજસ્થાન જશે. ખેડા, આણંદ અને વડોદરાના 9 ધારાસભ્યોને શિરોહીમાં રાખવામાં આવશે. પોતાની પ્રાઈવેટ કાર લઈને ધારાસભ્યો રાજસ્થાન ગયા છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી 19મી જૂને યોજાશે. એ જ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે.
(ઈનપુટ- રવિ અગ્રવાલ વડોદરા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે