જય પટેલ/વલસાડ: રાજ્ય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા તો ખર્ચે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં કંઇક અલગ જ પરિસ્થિતી હોય છે. વલસાડ કપરાડાના પીપરોણીમાં ભણવું હોય તો મારવા પડે હલેસા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની પ્રથમિક શાળાના ભૂલકાઓની જે રોજ મોતને મુઠ્ઠીમાં લઇ જાતેજ સ્કુલ સુધી પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાળકોનો જાતેજ હોળી ચલાવવા નો આ નિત્યક્રમ છે. આપ જાણીને ચોંકી જશો કે, વર્ષોથી આ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી જાતે જ હોડી ચલાવી પોતાના ઘરથી પાણી માર્ગે ત્રણ કિલોમીટર દૂર આવેલી પોતાની સ્કૂલ સુધી જઈ રહ્યા છે. બાળકો એક-બે દિવસ નહીં પરંતુ વર્ષના સાતથી આઠ મહિના આવી જ રીતે જાતેજ હોળી ચલાવી સ્કુલ સુધી પહોંચે છે. 


વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત આ પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી 8ના 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કુલના 180 વિદ્યાર્થીઓમાંથી 40થી વધુ બાળકો પોતાના જીવને જોખમમાં મુકી જાતે જ હોડી ચલાવી સ્કુલ સુધી પહોંચે છે. આમ આપે જોયું કે, 180 વિદ્યાર્થીઓમાંથી 40થી વધુ ભૂલકાઓ જાતે જ હોળી ચલાવી અને સ્કૂલ સુધી પહોંચવું પડે છે.


વધુમાં વાંચો...ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને લઇ કમર કસી, આ રીતે થશે ટેકનોલોજીનો ઉપયોગ


આ બાળકો જે ફળિયામાં રહે છે તે મૂળગામ ફળિયાથી જમીન માર્ગે આ સ્કુલ સુધી પહોંચવું હોય તો 7થી9 કિલોમીટર સુધીનું અંતર છે. જોકે કરુણ વાસ્તવિકતા એ છે કે, મુખ્ય રસ્તાથી ફળિયા સુધી પહોંચતો ત્રણથી વધારે કિલોમીટરનો રસ્તો હજુ સુધી બન્યો જ નથી. આ ફળિયા સુધી પહોંચવા પહાડીઓ અને ગાઢ જંગલોથી ઘેરાયેલા આ વિસ્તાર સુધી પહોંચવા માટે એકમાત્ર પગદંડી છે. જ્યાં બે પૈડાના વાહનો પણ માંડ માંડ ત્યાં પહોંચી શકે છે. ત્યાં ચાર પૈડાવાળા વાહનો ને પહોંચવું પણ અસંભવ છે 


[[{"fid":"194911","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"valsad-2","field_file_image_title_text[und][0][value]":"valsad-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"valsad-2","field_file_image_title_text[und][0][value]":"valsad-2"}},"link_text":false,"attributes":{"alt":"valsad-2","title":"valsad-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


આમ આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામના નાના ભૂલકાઓએ રોજ જીવને જોખમમાં મૂકી સ્કુલ સુધી પહોંચવા મજબૂર થવું પડે છે. જે વિકાસ ની ડિંગ મારતા ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે શરમજનક કહી શકાય છે. ત્યારે આ મામલે ગામ લોકોએ અનેક વાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય મળ્યું છે. થોડા સમય પહેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરે પણ આ ગામની મુલાકાત લીધી હતી. તેમને આ રસ્તા બનાવી આપવાની ખાતરી પણ આપી હતી. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જીતુ ચૌધરી આ રસ્તાના મામલે મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી ઘટતું કરવાની ખાતરી આપી રહયા છે.


આઝાદી બાદ પણ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યને લઇને અનેક સમસ્યાથી સ્થાનિક આદિવાસી પીડાઈ રહયા છે. ભણે ગુજરાતના દાવા કરતી ગુજરાત સરકાર આ આદિવાસી બાળકોની પીડા ક્યારે દેખાશે તે એક સવાલ ઉભો થયો છે.