UK વિઝા માટે ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનું ષડયંત્ર, નકલી સર્ટિફિકેટ બનાવી જવાની ફિરાકમાં હતા
Study Abroad : યુકે જવા માટે અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ આઈએઆરમાં નકલી સર્ટિફિકેટ બનાવ્યા... ભાંડો ફૂટતા ચારેય સામે પોલીસ ફરિયાદ નોઁધાઈ
Study In UK : ગુજરાતીઓનું પહેલુ સપનું હવે કેનેડા, અમેરિકા અને યુકેમાં સ્થાયી થવું બન્યું છે. આ દેશોમાં જઈને વસવા માટે ગમે તે તિકડમ કરવા લોકો અચકાતા નથી. ત્યારે વિઝા ફ્રોડથી લઈને નકલી ડિગ્રી સુધીના બધા રસ્તા અપનાવવામાં આવે છે. ત્યારે યુકેના વિઝા માટે 4 વિદ્યાર્થીઓએ આઈએઆર યુનિવર્સિટીના ખોટા સર્ટિફિકેટ બનાવ્યાની પોલ ખુલ્લી પડી છે. જેમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં યુવતી સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
યુકેના વિઝા મેળવવા માટે યુનિવર્સિટી ઓફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચના ખોટા ડિગ્રી સર્ટીફિકેટ બનાવનાર ચાર વિદ્યાર્થીઓ પકડાયા છે. આ વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર અને ઓથેન્ટીકેશન નંબરનો ઉપયોગ કરીને સર્ટીફિકેટ તૈયાર કર્યા હતા. યુનિવર્સિટી પાસે આ સર્ટિફિકેટ ખરાઈ માટે આવતા પોલ ખૂલી છે.
લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી બોલાવશે
ગાંધીનગરમાં કોબા ખાતે ઈન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ આવેલું છે. જેમાં રજિસ્ટ્રાર ડો.મનીષ પરમારે ફરિયાદ નોંધાવી કે, યુનિવર્સિટીના મેલ આઈડી પર અલગ અલગ મેઈલ આવ્યા હતા. જેમાં એક અમદાવાદથી અને ત્રણ મેલ યુકેથી આવ્યા હતા. જેમાં અમદાવાદના પાલડીના તુષારકુમાર વ્યાસનું બીટેકનું સર્ટીફિકેટ ખોટું નીકળ્યુ હતું. આ સર્ટિફિકેટ બીજા વિદ્યાર્થીના નામે બોલતું હતુ. તેમજ યુકેથી આવેલા મેલમાં વૈભવ રાકેશકુમાર પટેલની બીસીએની ડિગ્રી પણ ખોટી નીકળી હતી. તેમજ ગાંધીનગરના પંકજકુમાર માધવલાલ પટેલનું બીટેક ઈન્ફર્મેશન ટેકનોલોજીનું સર્ટિફિકેટ પણ ખોટું નીકળ્યુ હતું. તેમજ અમદાવાદની ધ્રુવી અરવિંદભાઈ વાળંદનું બીસીએ ડિગ્રીનું સર્ટિફિકેટ પણ ખોટું નીકળ્યું હુતં. આમાંથી કોઈ વિદ્યાર્થીએ આઈએઆરમાં અભ્યાસ કર્યો ન હતો.
આમ, યુનિવર્સિટીએ ખરાઈ માટે આવેલા સર્ટિફિકેટની તપાસ કરતા આ તમામ નકલી હોવાનો ભાંડો ખૂલ્યો હતો. ત્યારે ચાર વિદ્યાર્થીની સામે ઈન્ફોસિસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાટીદાર નેતા રેશમા પટેલ લગ્ન બંધનથી જોડાયા, જીવનસાથી સાથેની ખાસ તસવીરો કરી શેર