લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ રહ્યો ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી તમને બોલાવશે

Study Abroad : કેનેડામાં લાખો ખર્ચ્યા વગર શિક્ષણ માટે જવુ હોય તો શિષ્યવૃત્તિ કે ફેલોશિપ બેસ્ટ ઓપ્શન છે.... કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી તમને બોલાવશે
 

લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ રહ્યો ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી તમને બોલાવશે

Canada study Visa : ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે કેનેડા એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. ઉત્તર અમેરિકાના દેશમાં હાલમાં 1.8 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેનેડામાં અભ્યાસનો ખર્ચ લાખોમાં આવે છે. જેના કારણે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ કેનેડા જઈને અભ્યાસ કરી શકતા નથી. પંરતુ જો તમે ઓછા ખર્ચે કે રૂપિયો ખર્ચ્યા વગર કેનેડા જવું હોય તો જઈ શકો છો. જો કે, આવા વિદ્યાર્થીઓ માટે, કેનેડા સરકાર ઘણી શિષ્યવૃત્તિ અને અન્ય નાણાંકીય મદદ પૂરી પાડે છે, જેથી તેઓ તેમના મનપસંદ અભ્યાસક્રમનો અભ્યાસ કરી શકે.

સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી શિષ્યવૃત્તિ માટે લાયક બનવા માટે શૈક્ષણિક કામગીરી એ મુખ્ય માપદંડ છે. જો કે, કેટલાક અન્ય નિયમો છે, જેને પરિપૂર્ણ કરવા પર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ચાલો આજે તમને આવી જ કેટલીક સરકારી શિષ્યવૃત્તિઓ વિશે જણાવીએ.

Banting Post Doctoral Fellowship
બેન્ટિંગ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ એ મેરિટ-આધારિત શિષ્યવૃત્તિ છે, જે  બે વર્ષ માટે પોસ્ટ ડોક્ટરલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ફેલોશિપ માટે વિદ્યાર્થીઓએ તેમની મનપસંદ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય છે. ફેલોશિપ મેળવ્યા પછી તેઓએ તેની અવધિ પૂર્ણ કરવી પડશે, ત્યારબાદ તેમને પીજી ડિગ્રી આપવામાં આવશે. પીજી ડિગ્રી અને પોસ્ટ ડોક્ટરલ એક જ યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ.

  • શિષ્યવૃત્તિની રકમઃ 42 લાખ રૂપિયા
  • ક્યાં અરજી કરવી : banting.fellowships-bourses.gc.ca
  • કેવી રીતે અરજી કરવી તેના માટે તમને વેબસાઈટ પરથી માહિતી ઉપલબ્ધ થઈ રહેશે. 

Vanier Graduate Scholarship
કેનેડાની યુનિમાં નેચરલ સાયન્સ, એન્જિનિયરિંગ સંશોધન, આરોગ્ય સંશોધન અથવા સામાજિક વિજ્ઞાન અને માનવતા સંશોધન જેવા ક્ષેત્રોમાં કેનેડિયન યુનિવર્સિટીમાં નોંધાયેલા ડોક્ટરલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ ગુણવત્તા આધારિત છે. તે ત્રણ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news