ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ગુજરાતના સૌથી વધુ કેસ થયા છે, અને સાથે જ મોત પણ. તો ગુજરાતમાં મોતનો આંકડો પણ 449 થઈ ગયો છે. જ્યારે કે સંક્રમિત લોકોની સંખ્યા 7400ને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસથી વધતા મોતને ત્યારે જ રોકી શકાય છે, જ્યારે પ્રદેશમાં આનંદીબેન પટેલ (Anandiben Patel) ફરીથી મુખ્યમંત્રી બને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે...


અમદાવાદના શાહપુરમાં પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્ય

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો સાથે જ કેટલાક શહેરોમાં છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. ગુજરાતની કાબૂ બહારની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાના છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનવાના છે. આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર