ચેતન પટેલ/સુરત: ભારત અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. બપોરે 2 કલાક 43 મિનિટ પર ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા આજે ચંદ્રયાનની બાહુબલી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગોના 24 અલગ અલગ શેડ્સ દ્વારા આ રંગોળી 24 કલાકના અંતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન 2ની સફળતા પૂર્વકની લોન્ચિંગ પર વિશ્વ આખાની નજર હતી. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ પણ છે. ત્યારે સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


સુરત: રૂપિયા માટે યુવાનની હત્યા કરી હાથ-પગ બાંધી કેનાલમાં ફેંક્યો, 3ની ધરપકડ


જુઓ LIVE TV:



જેના ભાગરૂપે તેઓએ ગઈકાલથી આ રંગોળી દોરવાની શરૂઆત કરી હતી. જે 24 કલાકના અંતે પૂર્ણ થઈ હતી. સુરતના એક મોલમાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકોએ આ રંગોળીને પોતાના કેમેરામાં કેદ કરી હતી. અને રંગોળી સાથે સેલ્ફી પણ લીધી હતી.